ટૅટૂ ડરામણાં લાગતાં મકાનમાલિકે ભાડા પર રૂમ ન આપી

22 September, 2021 01:17 PM IST  |  Mumbai | Agency

ટૅટૂમાં ફૂલની ફરતે સાપવાળાં જે ટૅટૂ હતાં એ તેને ગમતાં નહોતાં એથી તેણે ભાડે જગ્યા આપવાની ના પાડી દીધી હતી. જોકે કૅન્ડિસને ભાડા પર બીજી જગ્યા મળી ગઈ હતી.

ટૅટૂ ડરામણાં લાગતાં મકાનમાલિકે ભાડા પર રૂમ ન આપી

કૅનેડાના સસ્કેચવાન પ્રાંતની ૧૮ વર્ષની કૅન્ડિસ બૉલ ભણવા ઑન્ટારિયો સ્ટેટના લંડન શહેરમાં પહોંચી હતી. ભાડે રહેવા માટે રૂમ શોધતી હતી. એક જગ્યા માટે વાતચીત ચાલતી હતી ત્યારે મકાનમાલિકે યુવતીના હાથ પર ટૅટૂ જોયાં. ટૅટૂ મકાનમાલિકને ન ગમ્યાં એટલે તેમણે કૅન્ડિસને રૂમ આપવાની ના પાડી દીધી. કૅન્ડિસે ઑનલાઇન ઍડ્વર્ટાઇઝમેન્ટ વાંચ્યા-જોયા પછી ઑનલાઇન ૫૦ કૅનેડિયન ડૉલર (અંદાજે ૨૯૦૦ રૂપિયા) મકાનમાલિક એસ્થર લીને ચૂકવી દીધા હતા. લીઝ-કરાર પર સહી કરી લીધી હતી. એ ભાડાની લીઝની મુદત ૧ સપ્ટેમ્બરે શરૂ થાય એ પહેલાં તે ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ એસ્થરે તેને ના પાડી દીધી. ટૅટૂમાં ફૂલની ફરતે સાપવાળાં જે ટૅટૂ હતાં એ તેને ગમતાં નહોતાં એથી તેણે ભાડે જગ્યા આપવાની ના પાડી દીધી હતી. જોકે કૅન્ડિસને ભાડા પર બીજી જગ્યા મળી ગઈ હતી.

offbeat news