પોતે જીવિત છે એ કોર્ટ સામે પુરવાર કરવા આ બહેન ત્રણ વર્ષથી લડે છે

15 January, 2021 09:29 AM IST  |  Mumbai | Mumbai Correspondent

પોતે જીવિત છે એ કોર્ટ સામે પુરવાર કરવા આ બહેન ત્રણ વર્ષથી લડે છે

પોતે જીવિત છે એ કોર્ટ સામે પુરવાર કરવા આ બહેન ત્રણ વર્ષથી લડે છે

ભૂતપૂર્વ માલિક સાથે લાંબા સમયથી ચાલતા વિવાદ દરમ્યાન ખોટી રીતે મૃત જાહેર કરાયેલી ૫૮ વર્ષની ફ્રેન્ચ મહિલાને પોતે જીવિત હોવાનું પુરવાર કરતાં ત્રણ વર્ષ લાગગ્યાં હતાં.
જેન પૌચિન નામનાં બહેનનો તેના ભૂતપૂર્વ માલિક સાથે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો, જેણે ખોટી માહિતી આપતાં લેબર કોર્ટે તેને મૃત ઘોષિત કરી હતી. લેબર કોર્ટના આ ચુકાદાને કારણે તેનો પોતાના માલિક સાથેના વિવાદનો અંત તો આવ્યો જ પણ તેનું સામાન્ય નાગરિક તરીકેનું જીવન પણ બરબાદ થઈ ગયું. તમામ સત્તાવાર રેકૉર્ડમાંથી તેનું નામ રદ થઈ ગયું, તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આઇડી કાર્ડ, મેડિકલ ઇન્શ્યૉરન્સ, બૅન્ક-અકાઉન્ટ બધાં પર આ ચુકાદાની અસર પડી.
જેન પૌચિને તેના વકીલની સલાહ લીધી જેણે તેને તત્કાળ ડૉક્ટરને મળી તેમની પાસેથી જીવિત હોવાનું સર્ટિફિકેટ મેળવવાનું કહ્યું. ડૉક્ટરનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ પણ અનેક જજ સામે હાજર થઈને તેણે પોતે મૃત્યુ પામી નથી એ સાબિત કર્યું છે, જોકે હજી તે જીવિત હોવાની વાત પુરવાર કરવાની બાકી છે. વાસ્તવમાં જેને પૌચિને તેના ભૂતપૂર્વ માલિકના પત્રોના જવાબ નહોતા આપ્યા જે રજૂ કરીને માલિકે તે મૃત્યુ પામી હોવાનું કોર્ટને જણાવ્યું હતું અને લેબર કોર્ટે પણ કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા જોયા વિના જ તેને મૃત જાહેર કરી દીધી હતી.

international news offbeat news