બિલાડીના બચ્ચાને પૈસા ચોરવાની બીમારી છે, બે વાર પકડાયું

27 July, 2020 09:53 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

બિલાડીના બચ્ચાને પૈસા ચોરવાની બીમારી છે, બે વાર પકડાયું

બિલાડીના બચ્ચાને પૈસા ચોરવાની બીમારી છે, બે વાર પકડાયું

‌બિલાડીનાં બચ્ચાં જ્યાં-ત્યાંથી કંઈક ઉઠાવી લેતાં હોય તો એ મોટા ભાગે ખાવા-પીવાનું જ હોય, પરંતુ રશિયાના એક બારમાં બિલાડીનું એક બચ્ચું બબ્બે વાર ગલ્લામાંથી ચલણી નોટો લઈને ભાગતું જોવા મળ્યું હતું. આ બારના સિક્યૉરિટી કૅમેરામાં બચ્ચાની આ હરકત રેકૉર્ડ થઈ હતી.
વાસ્તવમાં બારના માલિક નાદેજ્દા વોડોલજસ્કાયાને આ બચ્ચું એક બૉક્સમાં છોડી દેવાયેલું મળ્યું હતું, જેને તેણે મૌસાના નામ આપ્યું હતું. ખબર નહીં, પણ કેમ મૌસાનાને પૈસાનો ઘણો લગાવ છે અને એ વારંવાર પૈસા ઉઠાવીને નાસવાની કોશિશ કરે છે તે એટલે સુધી કે નાદેજ્દા વોડોલજસ્કાયાએ તેના બારના કર્મચારીઓને પણ કૅશ-બૉક્સ મૌસાનાની પહોંચથી દૂર રાખવા જણાવ્યું છે.
પ્રથમ વિડિયોમાં બિલાડીનું બચ્ચું રોકડ મોંમાં લઈને નાસતું હોય છે ત્યારે તેના મોઢામાંથી નોટોનું બંડલ પડી જાય છે. તરત જ એ બંડલ લેવા પાછું આવે છે. જોકે ત્યાં સુધીમાં બારનો કર્મચારી બંડલ ઉઠાવી લે છે. તેના થોડા સમય પછી બચ્ચું ફરી રોકડ રકમ ઉપાડીને નાસતું જોવા મળે છે. આ વખતે તેણે ધંધાના વિસ્તાર માટે રાખેલા પૈસા ઉઠાવ્યા હતા. જોકે આ વખતે પણ બારનો કર્મચારી પૈસા લઈ લે છે.

offbeat news international news national news