કેન્ટકી સ્ટોરને મળ્યો સૌથી મોટા ચાકુનો ગિનેસ રેકૉર્ડ

16 October, 2021 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં કેન્ટકી સ્ટોરને ૩૪ ફુટ ૬ ઇંચના એક ચપ્પુને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી લાંબા પૉકેટ નાઇફનો અવૉર્ડ મળ્યો છે. 

કેન્ટકી સ્ટોરને મળ્યો સૌથી મોટા ચાકુનો ગિનેસ રેકૉર્ડ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વની સૌથી અજાયબ ચીજોનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે સૌથી ઊંચી સ્ત્રી, સૌથી લાંબા નખ અને એવી અનેક અજાયબ ચીજોનો સમાવેશ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સામેલ કરાયો છે. 
તાજેતરમાં કેન્ટકી સ્ટોરને ૩૪ ફુટ ૬ ઇંચના એક ચપ્પુને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી લાંબા પૉકેટ નાઇફનો અવૉર્ડ મળ્યો છે. 
રેડક્લિફમાં રેડ હિલ કટલરીની બહાર મૂકવામાં આવલા આ પૉકેટ નાઇફ મૂળ કેન્ટકી મ્યુઝિયમ ઑફ અમેરિકન પૉકેટ નાઇફનું છે, જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તરફથી વિશ્વના સૌથી મોટા પૉકેટ નાઇફનો ખિતાબ અપાયો છે. 
રેડ હિલ કટલરી સ્ટોરના કો-ઓનર જેસન બેશામે આ રેકૉર્ડ મેળવવાનો પ્રયાસ કરતાં તે નગરવાસીઓ તેમ જ મ્યુઝિયમ માટે આકર્ષણનું કામ કરશે એવો દાવો કર્યો હતો. બ્લેડ સાથેના આ ચપ્પુની કિંમત ૧૫૦૦ પાઉન્ડ છે. 

offbeat news international news world news