જ્વેલરે શૉપ બંધ કરીને બધો ખજાનો સંતાડ્યો, હવે શોધવાની સ્પર્ધા શરૂ કરી

19 July, 2020 03:42 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

જ્વેલરે શૉપ બંધ કરીને બધો ખજાનો સંતાડ્યો, હવે શોધવાની સ્પર્ધા શરૂ કરી

ખજાનો સંતાડીને કરી ખજાનો શોધવાની સ્પર્ધા.

અમેરિકાના મિશિગનના એક ઝવેરીએ કોરોના રોગચાળાને કારણે ધંધો ઠંડો પડી જતાં નવો આઇડિયા લડાવ્યો છે. તેણે પોતાના સ્ટૉકમાંનાં બધાં સોના-ચાંદી-હીરાનાં ઘરેણાં ક્યાંક દાટી-છુપાવી દીધાં છે. હવે તે લોકોને માટે એ ખજાનો શોધવાની સ્પર્ધા જાહેર કરી છે અને એ સ્પર્ધામાં સામેલ થનારાને ખજાનો શોધવાની ચૅલેન્જ આપી છે. આ માટે તે કડીઓ-સંકેતો પણ આપે છે અને દરેક ક્લુના બદલામાં ફી લેવાનું નક્કી કર્યું છે. દાટી-છુપાવી દીધેલું ઝવેરાત લગભગ સવાસાત કરોડ રૂપિયાનું છે. જૉની પેરી નામના જ્વેલરે આ ખજાનાને જીપીએસ દ્વારા પ્રોટેક્ટ કરી રાખ્યો છે જેથી કોઈ એની નજીકમાં પહોંચે તો તરત જ એને અલર્ટ મળી જાય. આ સ્પર્ધાને ‘જૉનીઝ ટ્રેઝર ક્વેસ્ટ’ નામ આપ્યું છે અને ખજાનો શોધનારા લોકો પાસેથી ફી રૂપે કમાણી કરવાનો નવો કીમિયો કારગર નીવડશે એવું લાગે છે. 

national news offbeat news international news