લોકોનું અભિવાદન કરવા હૉસ્પિટલે નોકરીએ રાખ્યો છે આ ડૉગીને

23 November, 2020 10:18 AM IST  |  Mumbai | Mumbai correspondent

લોકોનું અભિવાદન કરવા હૉસ્પિટલે નોકરીએ રાખ્યો છે આ ડૉગીને

લોકોનું અભિવાદન કરવા હૉસ્પિટલે નોકરીએ રાખ્યો છે આ ડૉગીને

ટ્વિટર -યુઝર શારી દુનાવે જે વ્યવસાયે ફિઝિશ્યન પણ છે તેમણે ટ્વિટર પર એક ખુશીના સમાચાર શૅર કર્યા છે, જેમાં તેમણે પોતાની હૉસ્પિટલમાં આવનાર પેશન્ટનું અભિવાદન કરવા એક વિશેષ નિમણૂક કરી છે. ટ્વિટર પરની પોસ્ટમાં તેમણે બે ફોટો શૅર કર્યા છે, જે એક પ્રિય લાગે એવો શિલોહ નામનો ડૉગી છે.
જ્યારે હૉસ્પિટલનો સ્ટાફ તેના કામમાં વ્યસ્ત હોય ત્યારે આ ડૉગી હૉસ્પિટલમાં ફરીને આવતા-જતા પેશન્ટ સાથે હાય-હેલો કરીને તેમનું અભિવાદન કરવાનું કામ કરે છે.
પોસ્ટ થયા બાદથી અત્યાર સુધીમાં આ ટ્વીટને હજારો લાઇક્સ મળી છે. શિલો નામના આ ડૉગીને જે ટૅગ આપવામાં આવ્યો છે એમાં વૉલન્ટિયર લખેલું છે. જોકે એનો એ અર્થ બિલકુલ નથી કે એને કોઈ વળતર ચૂકવવામાં આવશે નહીં. હૉસ્પિટલમાં વિશેષ પદ પર સેવા આપવા બદલ આ ડૉગીને આજીવન એક રૂમ, બોર્ડ, ભોજનની વ્યવસ્થા, ગ્રૂમિંગ અને ભરપૂર વહાલ આપવામાં આવશે.

international news offbeat news