આ યુનિસાઇકલની ઊંચાઈ છે ૯.૭૧ મીટર

29 January, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાંની સૌથી ઊંચી યુનિસાઇકલ કરતાં પણ એ લગભગ એક મીટર વધારે ઊંચી છે

આ યુનિસાઇકલની ઊંચાઈ છે ૯.૭૧ મીટર

અમેરિકાના ૨૫ વર્ષના યુવાન વેસ્લે વિલિયમ્સ ઉર્ફે ‘ધ વન વ્હીલ વન્ડર’ યુનિસાઇકલ ચલાવવાની આર્ટને અભૂતપૂર્વ નવી ઊંચાઈએ લઈ ગયો છે. તેણે દુનિયાની સૌથી ઊંચી યુનિસાઇકલ બનાવી છે અને એને સફળતાપૂર્વક ચલાવી પણ બતાવી છે. તેની યુનિસાઇકલની ઊંચાઈ ૯.૭૧ મીટર છે.

આ પહેલાંની સૌથી ઊંચી યુનિસાઇકલ કરતાં પણ એ લગભગ એક મીટર વધારે ઊંચી છે. એ પણ વેસ્લે દ્વારા ૨૦૨૦માં તૈયાર કરવામાં આવી હતી. આર્મેનિયાના મુશેઘ ખચટ્રયનના નામે ૬ મીટર ઊંચી યુનિસાઇકલનો રેકૉર્ડ હતો. વેસ્લેએ પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે.

એક વખત પર્ફોર્મ કરતી વખતે વેસ્લેની યુનિસાઇકલમાં ખામી આવી હતી, જેના લીધે તે આઠ મીટરની ઊંચાઈએથી પડ્યો હતો. તેને ખૂબ જ ઈજા થઈ હતી. પાંચ ઑપરેશન કરાવવા પડ્યાં હતાં, બે મેટલ પ્લેટ્સ મુકાવવી પડી હતી.

સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં કોઈ પણ યુનિસાઇકલની ડેન્જરસ દુનિયા છોડી દે. જોકે વેસ્લેનો અટકવાનો કોઈ ઇરાદો નહોતો. વાસ્તવમાં તેણે એના કરતાં પણ વધારે ઊંચી યુનિસાઇકલ ડેવલપ કરવાનું નક્કી કર્યું હતું.

વેસ્લે ટીવી-શો ‘સ્પેન્સ ગૉટ ટૅલન્ટ 2022’માં એન્ટર થયો હતો અને ઑડિયન્સ અને જજીઝને તેણે ઇમ્પ્રેસ કર્યા હતા.

૨૦૨૨ની ૨૯ ડિસેમ્બરે વેસ્લેએ તેની નવી રેકૉર્ડ-બ્રેકિંગ યુનિસાઇકલને અસેમ્બલ કરી હતી. ઈજા બાદ પ્રેશર ખૂબ વધારે હોવા છતાં તેણે શ્વાસ અધ્ધર કરી દેતો સ્ટન્ટ પર્ફોર્મ કર્યો.

offbeat news united states of america