એક રૂપિયામાં ખરીદેલી હૅરી પૉટરની બુક ૨.૧૬ લાખ રૂપિયામાં વેચાઈ

15 December, 2019 12:38 PM IST  |  Mumbai Desk

એક રૂપિયામાં ખરીદેલી હૅરી પૉટરની બુક ૨.૧૬ લાખ રૂપિયામાં વેચાઈ

ગયા અઠવાડિયે ‘હેરી પૉટર ઍન્ડ ધ ચૅમ્બર ઑફ સીક્રેટ્સ’ની ફર્સ્ટ એડિશન કે જેમાં લેખક જે. કે. રોલિંગના હસ્તાક્ષર પણ હતા એવી બુક ગયા અઠવાડિયે સ્ટૅફર્ડશરમાં યોજાયેલા એક ઑક્શનમાં વેચાવા નીકળી હતી. આ બુક હૅરી પૉટર સિરીઝનો બીજો ભાગ છે. ઇંગ્લૅન્ડના બુક્સ્ટન શહેરના બિઝનેસમૅન માર્ક કૅવોટો પાસે આ બુક હતી. આમ તો માર્ક પાસે લગભગ ૧૫૦૦ રૅર બુક્સનું કલેક્શન છે. તેણે આ બુક ઍમૅઝોન પરથી ૧ પેની એટલે કે લગભગ એક રૂપિયાથીયે ઓછી રકમમાં ઑનલાઇન ખરીદી હતી. જ્યારે તેને એ બુક ડિલિવર થઈ ત્યારે ખબર પડી કે એમાં તો રાઇટરની સિગ્નેચર પણ છે અને આવી બુક્સ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. ભાઈએ આ બુક તાજેતરમાં વેચવા કાઢી હતી જે ૨૩૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૨.૧૬ લાખ રૂપિયામાં વેચાઈ હતી.

offbeat news