લીલા ફરવાળું ડૉગી જન્મ્યું, નામ પાડ્યું પીસ્તાચિયો

24 October, 2020 08:18 AM IST  |  Mumbai | Mumbai correspondent

લીલા ફરવાળું ડૉગી જન્મ્યું, નામ પાડ્યું પીસ્તાચિયો

લીલા ફરવાળું ડૉગી જન્મ્યું, નામ પાડ્યું પીસ્તાચિયો

ઇટલીમાં ક્રિસ્ટિન માલોક્કી નામના એક ખેડૂતના ઘરે સ્પેલાચિયા નામના ડૉગીએ પાંચ પપીને જન્મ આપ્યો છે, જેમાંથી એક પપીના ફરનો રંગ હળવો લીલો છે. ક્રિસ્ટિન માલોક્કી તેના એક રિલેટિવની સાથે મળીને ખેતરનું કામ સંભાળે છે. બાકીનાં તમામ બચ્ચાં નૉર્મલ રંગની રુવાંટી ધરાવે છે, પણ એક જ પપી એવું છે જેની રુવાંટી લીલી છે. કોઈ પણ ડૉગીની પ્રજાતિમાં ફરનો રંગ લીલો હોય એવું બહુ જૂજ જોવા મળ્યું છે એટલે જ આ લીલા રંગનું ફર ધરાવતા પપીનુ નામ પીસ્તાચિયો રાખવામાં આવ્યું છે. લીલા રંગના ફરને લીધે એ અન્ય પપીથી જુદું પડે છે. પીસ્તાચિયોનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આવું કઈ રીતે સંભવ બન્યું એ વિશે પ્રાણીનિષ્ણાતો માથું ખંજવાળી રહ્યા છે. સ્થાનિક નિષ્ણાતોનું માનવું છે કે પપી જ્યારે માતાના ગર્ભમાં હતું એ વખતે બિલીવર્ડિન નામના પિગ્મેન્ટના સંપર્કમાં આવ્યું હશે જેને કારણે તેના ફરનો રંગ લીલો થઈ ગયો છે. જોકે સમય જતાં આ રંગ ઝાંખો પડી રહ્યો છે. જોકે પપી એકાદ વર્ષનું થશે ત્યાં સુધીમાં એનું ફર નૉર્મલ બીજા ડૉગી જેવું થઈ જશે એવી ધારણા સેવાઈ રહી છે.
ક્રિસ્ટિન બાકીનાં તમામ બચ્ચાંને દત્તક આપવા તૈયાર છે, પણ આ પીસ્તા રંગના બચ્ચાને તે પોતાની પાસે જ રાખશે.

international news offbeat news