પ્રિન્સેસ ડાયનાએ વાઇટ હાઉસમાં પહેરેલું આ ગાઉન ઑક્શનમાં વેચાવા નીકળ્યું

20 November, 2019 09:05 AM IST  |  London

પ્રિન્સેસ ડાયનાએ વાઇટ હાઉસમાં પહેરેલું આ ગાઉન ઑક્શનમાં વેચાવા નીકળ્યું

પ્રિન્સેસ ડાયનાનું ગાઉન વેચાશે...

પ્રિન્સેસ ડાયનાનું નેવી બ્લુ કલરનું એક ખાસ ગાઉન ઑક્શનમાં વેચાવા નીકળ્યું છે. ડાયનાએ વાઇટ હાઉસમાં એ પહેરેલું. વિક્ટર એડેલસ્ટેઇનનું આ ગાઉન પહેરીને તેણે વાઇટ હાઉસમાં હૉલીવુડ ઍક્ટર જૉન ટ્રેવોલ્ટા સાથે ડાન્સ પણ કર્યો હતો. લંડનના કેરી ટેલર ઑક્શન હાઉસે આ ગાઉન વેચાવા મૂક્યું છે અને અંદાજિત રકમ દોઢથી સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી આંકી છે. નેવી બ્લુ ગાઉન પ્રિન્સેસ ડાયનાને બહુ પ્યારું હતું. વાઇટ હાઉસ બાદ તેમણે બીજા ત્રણ પ્રસંગોમાં એ જ ગાઉન પહેરેલું.  આ ગાઉન વેચવાથી જે રૂપિયા મળશે એ ચૅરિટીમાં વાપરવામાં આવશે.

princess diana offbeat news