પોતે સાફ કરેલું ટૉઇલેટ કેટલું ચોખ્ખું છે એ પુરવાર કરવા એનું પાણી પીધું

18 October, 2020 08:25 AM IST  |  Mumbai | Mumbai correspondent

પોતે સાફ કરેલું ટૉઇલેટ કેટલું ચોખ્ખું છે એ પુરવાર કરવા એનું પાણી પીધું

પોતે સાફ કરેલું ટૉઇલેટ કેટલું ચોખ્ખું છે એ પુરવાર કરવા એનું પાણી પીધું

ચીનના શાંડોંગ પ્રાંતની શાંગચેંગ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી કંપનીના પરિસરના એક સાર્વજનિક શૌચાલયની કૅર ટેકરનો એ શૌચાલયમાંથી પાણી પીતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ બનતાં વિવાદ જાગ્યો છે. પોતાની સ્વચ્છતાની ક્ષમતા અને આવડતનું ડેમોન્સ્ટ્રેશન કરવા અને પ્રશંસા મેળવવાના ઇરાદે લુઓ નામની આ મહિલાએ એ સાહસ કર્યું હતું. વિડિયોમાં મહિલા પ્લાસ્ટિકનો કપ ભરીને પાણી પીતી હતી ત્યારે તેના ઉપરીઓ તેનાં વખાણ કરતા જોવા મળે છે. એથી એ ઉપરીઓ પર તેમની કર્મચારીને પોતાની જાતના અપમાન બદલ પ્રોત્સાહિત કરવાના આરોપ મુકાઈ રહ્યા છે. જોકે એ સાર્વજનિક શૌચાલયની સંચાલક કંપનીના પ્રવક્તા કહે છે કે એ સફાઈ-કામદાર મહિલાએ સ્વૈચ્છિક રીતે પાણી પીધું અને વિડિયો ઉતાર્યો છે. વિડિયો ઉતાર્યો એ પ્રસંગ સિવાય પણ કેટલાંક વર્ષોમાં તેણે અનેક વખત એ રીતે પાણી પીધું છે. શોંગચેંગ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિડિયો દ્વારા એ સફાઈ-કામદાર મહિલા એવું દર્શાવવા ઇચ્છે છે કે તેને પોતાના સફાઈના કામમાં એટલો આત્મવિશ્વાસ છે કે એમાંનું પાણી પીવાલાયક હોય છે.

international news offbeat news