પ્રાઇડ થીમ પ્લેનમાં ફ્લાઇટ અટેન્ડન્ટે પાઇલટ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

18 June, 2022 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર વર્ષે જૂન મહિનામાં મૅનહટનમાં ૧૯૬૯ના સ્ટોનવૉલ બળવાને માન આપવા માટે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિયર (એલજીબીટીક્યુ) પ્રાઇડ મન્થ ઊજવવામાં આવે છે. 

પ્રાઇડ થીમ પ્લેનમાં ફ્લાઇટ અટેન્ડન્ટે પાઇલટ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

અલાસ્કા ઍરલાઇન્સની ફ્લાઇટ અટેન્ડન્ટ વેરોનિકા રોજસે લૉસ ઍન્જલસ જતી ફ્લાઇટમાં તેની ગર્લફ્રેન્ડ એલેજાન્દ્રા મોનકેયોને ફ્લાઇટમાં જ પ્રપોઝ કરીને બધાને અચંબિત કરી દીધા હતા. અહીં એ જાણવું જરૂરી છે કે વેરોનિકા રોજસ અને એલેજાન્દ્રા મોનકેયો મહિલાઓ છે અને તેમની વચ્ચેનો પ્રેમ લેસ્બિયન છે. 
બુધવારે રોજસ અલાસ્કા ઍરલાઇન્સની નવી નિમાયેલી પાઇલટ એલેજાન્દ્રા મોનકેયોને સૅન ફ્રાન્સિસ્કોથી લૉસ ઍન્જલસની ક્વિક ટ્રિપ પર લઈ ગઈ હતી. ફ્લાઇટમાં રોજસે શબ્દશ: ઘૂંટણિયે પડીને એલેજાન્દ્રા મોનકેયોને પ્રપોઝ કર્યું હતું. અલાસ્કા ઍરલાઇન્સના જણાવ્યા અનુસાર પ્રાઇડ મન્થના માનમાં ઍરક્રાફ્ટને ‘પ્રાઇડ ઇન ધ સ્કાય’ પ્લેન તરીકે વિશેષ રીતે સજ્જ કરવામાં આવ્યું હતું. દર વર્ષે જૂન મહિનામાં મૅનહટનમાં ૧૯૬૯ના સ્ટોનવૉલ બળવાને માન આપવા માટે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિયર (એલજીબીટીક્યુ) પ્રાઇડ મન્થ ઊજવવામાં આવે છે. 

offbeat news