ફ્લાઇટ-અટેન્ડન્ટે લગેજની કૅબિન શીર્ષાસન કરીને પગથી બંધ કરી...

04 September, 2020 11:11 AM IST  |  Mumbai | Mumbai correspondent

ફ્લાઇટ-અટેન્ડન્ટે લગેજની કૅબિન શીર્ષાસન કરીને પગથી બંધ કરી...

ફ્લાઇટ-અટેન્ડન્ટે લગેજની કૅબિન શીર્ષાસન કરીને પગથી બંધ કરતાં સૌ જોતા જ રહી ગયા

અમેરિકાની સાઉથ વેસ્ટ ઍરલાઇનનો સ્ટાફ મોજમસ્તી માટે જાણીતો છે. પ્રવાસીઓ સાથે રમૂજ કરીને સૌને ખુશ રાખવા એ ઍરલાઇનના સ્ટાફનો સામૂહિક સ્વભાવ છે. અવારનવાર એવા હળવા, રમૂજી, મોજીલા વિડિયો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા હોય છે. થોડા દિવસ પહેલાં સાઉથ વેસ્ટ ઍરલાઇનની કમર્શિયલ ફ્લાઇટમાં ૩૫ વર્ષની ફ્લાઇટ અટેન્ડન્ટે ફ્લાઇટમાં પ્રવાસીઓનું બોર્ડિંગ શરૂ કરવામાં આવે એ પહેલાં કોઈ ઍથ્લીટ કે ઍક્રોબેટિક નિષ્ણાત કરે એવી કરામત કરી બતાવી હતી. તેણે શીર્ષાસન કરીને ચાર સેકન્ડમાં વિમાનના ઉપરના ભાગની ચાર લગેજ કૅબિન બંધ કરીને તરત ફ્લાઇટમાં તેના સાથી ક્રૂ મેમ્બર્સે તાળી પાડીને તેની પ્રશંસા કરી હતી.
અગાઉ પેન્સિલ્વેનિયા તરફની નેશવિલેથી ફિલાડેલ્ફિયા સુધીની ફ્લાઇટમાં એક અટેન્ડન્ટ ઓવરહેડ કૅબિનમાં ભરાઈ જતાં પ્રવાસીઓને આશ્ચર્ય થયું હતું. એ ઘટનાનો વિડિયો વેરોનિકા લૉયડ નામની પ્રવાસીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

international news national news offbeat news