૬૫ લાખની ફ્લાઇંગ કારનો પહેલો સફળ પ્રવાસ

22 June, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વીડનની કંપની જેટ્સનના સહસ્થાપક તોમસ પાટને પોતાના ઇટલીમાં આવેલા ઘરથી ટસ્કની ખાતેની કંપનીના બિલ્ડિંગ સુધીનો પ્રવાસ કર્યો હતો.

૬૫ લાખની ફ્લાઇંગ કારનો પહેલો સફળ પ્રવાસ

૬૮,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૬૫ લાખ રૂપિયા)ની કિંમતની ભવિષ્યની ફલાઇટ કારે પોતાનો પહેલો પ્રવાસ પૂર્ણ કર્યો હતો. સ્વીડનની કંપની જેટ્સનના સહસ્થાપક તોમસ પાટને પોતાના ઇટલીમાં આવેલા ઘરથી ટસ્કની ખાતેની કંપનીના બિલ્ડિંગ સુધીનો પ્રવાસ કર્યો હતો. એક ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઑફ ઍન્ડ લૅન્ડિંગ વેહિકલ માટે આ એક મહત્ત્વની ક્ષણ છે. આ ફ્લાઇંગ કારમાં આઠ ઇલેક્ટ્રિક મોટર હતી અને એને ૨૦ મિનિટ સુધી ઉડાડવામાં આવી હતી. તેને ૧૦૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે.


કોઈ રેસિંગ કાર હોય એના જેવી જ બનાવવામાં આવી હતી, જેમાં ઍલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમ હતી. લિથિયમ-આયન બૅટરી પર ચાલતું આ વાહન ૧૦૦ કિલો સુધીના પાઇલટનું વજન ઊંચકી શકે છે. મહિનાઓ સુધીના ટેસ્ટિંગ બાદ ૨૧ મેએ જેટસનની ટીમે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તોમસ પાટનના મતે ભવિષ્યમાં આ પ્રમાણે લોકો અવરજવર કરશે. આને આકાશમાં ઊડતી એક ફૉર્મ્યુલા-વન કારની જેમ જ ડિઝાઇન કરવામાં આવી છે.

offbeat news sweden