અમેરિકાના સંવિધાનની પ્રથમ પ્રત ૪૩ મિલ્યન ડૉલરમાં વેચાઈ

20 November, 2021 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના સંવિધાનની પ્રથમ એડિશનની અત્યારે આ ૧૩મી કૉપી સચવાયેલી છે. એક ખાનગી સંગ્રાહકે હરાજીમાં આ પ્રત ખરીદી છે. આ હરાજીનો બધો નફો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચાશે.

અમેરિકાના સંવિધાનની પ્રથમ પ્રત ૪૩ મિલ્યન ડૉલરમાં વેચાઈ

અમેરિકાના સંવિધાનની ઐતિહાસિક પહેલી પ્રકાશિત પ્રતની હરાજી યોજાઈ હતી. આ દુર્લભ અને કીમતી પ્રત ગુરુવારે ૪૩ મિલ્યન ડૉલર (આશરે સવાત્રણ અબજ રૂપિયા)માં વેચાઈ હતી. કોઈ પણ ઐતિહાસિક દસ્તાવેજ માટે આવેલી આ સૌથી મોટી કિંમત છે. આ વિશ્વવિક્રમી કિંમત સાથે વેચાયેલી અમેરિકાના સંવિધાનની પહેલી કૉપી પર જ્યૉર્જ વૉશિંગ્ટન, બેન્જામિન ફ્રૅન્કલિન અને જેમ્સ મેડિસન જેવા અમેરિકાના ઘડવૈયાઓના હસ્તાક્ષર પણ છે. અમેરિકાના સંવિધાનની પ્રથમ એડિશનની અત્યારે આ ૧૩મી કૉપી સચવાયેલી છે. એક ખાનગી સંગ્રાહકે હરાજીમાં આ પ્રત ખરીદી છે. આ હરાજીનો બધો નફો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચાશે.

offbeat news