ચૅરિટી ભંડોળ એકઠું કરવા પિતાએ દીકરીની રમકડાની બેબીસાઇકલ ચલાવી

25 September, 2020 09:08 AM IST  |  Mumbai | Mumbai correspondent

ચૅરિટી ભંડોળ એકઠું કરવા પિતાએ દીકરીની રમકડાની બેબીસાઇકલ ચલાવી

ચૅરિટી ભંડોળ એકઠું કરવા પિતાએ દીકરીની રમકડાની બેબીસાઇકલ ચલાવી

બ્રિટનના વાયધેમશેવના રહેવાસી વેસ્લી હેમ્નેટે ચૅરિટી ફન્ડ ભેગું કરવાના ઉદ્દેશથી દીકરીની નાનકડી પિન્ક સાઇકલ પર ગ્લાસ્ગોથી મૅન્ચેસ્ટરનો પ્રવાસ કર્યો હતો. છ દિવસમાં ૩૭૦ કિલોમીટરનું અંતર પાર કરવા માટે વેસ્લી ગ્લાસ્ગોથી નીકળીને લેક ડિસ્ટ્રિક્ટના રસ્તે આગળ વધ્યો અને ૨૧ સપ્ટેમ્બરે સાંજે ૬ વાગ્યે સાઉથ મૅન્ચેસ્ટરમાં પહોંચ્યો હતો. વેસ્લીને ઑનલાઇન તથા ઑૅ લાઇન ડોનેશન્સ દ્વારા ચૅરિટી ફન્ડમાં ૬૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫.૬૬ લાખ રૂપિયા) કરતાં વધારે રકમ પ્રાપ્ત થઈ હતી. એ રકમના જુદા-જુદા ભાગ વાયધેમશેવની હૉસ્પિટલમાં તથા અન્ય ધર્માદા કાર્યો માટે મોકલવામાં આવશે.

international news offbeat news