આ થીમ પાર્કમાં કાચાપોચા હૃદયના લોકો ન જઈ શકે

26 November, 2022 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅટરિના વાવાઝોડાનાં લગભગ ૧૭ વર્ષ બાદ બંધ કરાયેલા સિક્સ ફ્લૅગ્સ પાર્કને વિશ્વના સૌથી ભૂતિયા ઉદ્યાનમાંના એક તરીકે ગણવામાં આવે છે. 

આ થીમ પાર્કમાં કાચાપોચા હૃદયના લોકો ન જઈ શકે

કૅટરિના વાવાઝોડાનાં લગભગ ૧૭ વર્ષ બાદ બંધ કરાયેલા સિક્સ ફ્લૅગ્સ પાર્કને વિશ્વના સૌથી ભૂતિયા ઉદ્યાનમાંના એક તરીકે ગણવામાં આવે છે. 
આ થીમ પાર્કમાં લોકોને 
પોતાને કોઈ જોઈ રહ્યું છે એવું લાગે, તો કેટલાકે વીજપુરવઠો બંધ હોવા છતાં લાઇટનો ઝગમગાટ જોયો છે અને રાઇડ્સ શરૂ થઈ હોય એ 
પ્રકારે અવાજ સાંભળ્યો છે. 
લ્યુઇસિયાના શહેરમાં શરૂ કરાયેલો પાર્ક માત્ર પાંચ વર્ષ માટે જ ખુલ્લો રહી શક્યો હતો. આ પાર્કમાં તમે જ્યાં પણ જાઓ ત્યાં હજારો લોકો આનંદ માણી રહ્યા હોય એવી લાગણી થાય છે. આ થીમ પાર્કને વન્ય જીવન અને પ્રકૃતિ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જોકે હવે એનું શું કરવું એ હજી સુધી નક્કી થયું નથી.

offbeat news