હાથીએ તરબૂચ છીનવ્યું

24 November, 2021 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૭,૦૦૦થી વધુ લાઇક્સ વિડિયોને મળી છે. કમેન્ટ-બૉક્સ લોકોએ હૃદયનાં સિમ્બૉલ અને ઇમોજી મૂકીને છલકાવી દીધું છે.

હાથીએ તરબૂચ છીનવ્યું

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં પશુઓના વિડિયો ખૂબ લોકપ્રિય બનતા હોય છે. તાજેતરમાં એક હાથીનો વિડિયો જોઈને નેટિઝન્સને મોજ પડી ગઈ છે. વિડિયોમાં એક યુવતી 
ખુરસી પર બેસીને ખોળામાં તડબૂચ મૂકીને ખાઈ રહી છે. અચાનક એક હાથીની સૂંઢ આવે છે અને તડબૂચ લઈને પોતાના મોઢામાં મૂકી દે છે. આ જોઈને યુવતી પણ હસી પડે છે. મોક્ષા નામની પ્રોફાઇલ પરથી ઇન્સ્ટાગ્રામ પર શૅર થયેલા આ વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘મારું તરબૂચ ચોરી ગયો.’
પોસ્ટ થયાના કલાકોમાં જ આ વિડિયો વાઇરલ થયો હતો. અત્યાર સુધી વિડિયોને ૨,૫૩,૦૦૦ વ્યૂઝ મળી ચૂક્યા છે. ૧૭,૦૦૦થી વધુ લાઇક્સ વિડિયોને મળી છે. કમેન્ટ-બૉક્સ લોકોએ હૃદયનાં સિમ્બૉલ અને ઇમોજી મૂકીને છલકાવી દીધું છે.

offbeat news