જાતે ઘોડે ચડવા માટે આ ટબૂકડીએ કરેલી જહેમત ચહેરા પર સ્મિત લાવી દેશે

27 July, 2020 09:49 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

જાતે ઘોડે ચડવા માટે આ ટબૂકડીએ કરેલી જહેમત ચહેરા પર સ્મિત લાવી દેશે

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો વિડિયો જોઈને મન આનંદિત થઈ જાય છે. ફૉરેસ્ટ ઑફિસર સુશાંતા નંદા અવારનવાર પ્રાણીઓના અળવીતરા ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં રહે છે, પણ આ વખતે એક બાળકીનો વિડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયો કદાચ તેમણે પોતે નથી લીધો, પણ છે બહુ ક્યુટ.
ઘોડેસવારી કરવા ઇચ્છતી આ નાની છોકરી ઘોડા પર ચડવા માટે કેટલી કોશિશ કરે છે એ જોઈને મજા પડી જાય છે. ઘોડાની હાઇટ ઘણી વધારે હોવાથી એક કન્યા ઘોડા પર જાતે બેસવા માટે એક નિસરણી લાવીને મૂકે છે અને ઘોડા સાથે ટેકવીને એના પર ચડી જાય છે. આટલી નાની ઉંમરે ટબૂકડી કન્યાએ ઘોડેસવારી માટે આત્મનિર્ભર બનવાનો જે વિકલ્પ અપનાવ્યો છે એ જોઈને ભલભલાના ચહેરા પર સ્મિત આવી જાય છે.

international news national news offbeat news