બકરીના ક્યુટ બચ્ચાએ સી-સૉનો આનંદ મેળવવાનું શીખી લીધું

23 November, 2021 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બચ્ચું દોડતું-કૂદતું પાટિયાના એક છેડેથી બીજા છેડા સુધી જાય છે અને એ તરફનું પાટિયું નીચે જાય એટલે ફરીથી ઊછળતું-કૂદતું પાટિયાની બીજી તરફ જઈને સી-સૉની રમતનો આનંદ ઉઠાવે છે.

બકરીના ક્યુટ બચ્ચાએ સી-સૉનો આનંદ મેળવવાનું શીખી લીધું

બાળકોને રમતના મેદાનમાં જેટલી મજા પડે એટલી બીજે ક્યાંય ન પડે. બાળપણમાં કઈ ગેમ સૌથી વધુ પસંદ પડે એવો પ્રશ્ન જો કરાય તો ચોક્કસ વિચારમાં પડી જવાય. જોકે માત્ર માનવબાળ નહીં, પ્રાણીઓનાં બચ્ચાં પણ જો રમતના મેદાનમાં રમતાં જોવા મળે તો મન પ્રફુલ્લિત થઈ જાય.  
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ થયો છે, જેમાં બકરી બચ્ચું પાર્કમાં સિમેન્ટના સિલિન્ડર પર મૂકેલા લાકડાના એક ટુકડાથી સી-સૉ રમી રહ્યું છે. બચ્ચું દોડતું-કૂદતું પાટિયાના એક છેડેથી બીજા છેડા સુધી જાય છે અને એ તરફનું પાટિયું નીચે જાય એટલે ફરીથી ઊછળતું-કૂદતું પાટિયાની બીજી તરફ જઈને સી-સૉની રમતનો આનંદ ઉઠાવે છે. 
નેટટિઝન્સને આ વિડિયો ખૂબ પસંદ પડ્યો છે. પાંચ દિવસ પહેલાં ફેસબુક પર પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૧૯ લાખ વખત જોવાયો છે. 

offbeat news