લૉકડાઉનમાં નવા કાર્ડની રમત તૈયાર કરીને આ યુગલે લાખોની કમાણી કરી

22 January, 2021 09:51 AM IST  |  Mumbai | Mumbai correspondent

લૉકડાઉનમાં નવા કાર્ડની રમત તૈયાર કરીને આ યુગલે લાખોની કમાણી કરી

લૉકડાઉનમાં નવા કાર્ડની રમત તૈયાર કરીને આ યુગલે લાખોની કમાણી કરી

લૉકડાઉનમાં લોકોએ કાં તો ઘરના ંકે પછી ઑફિસનાં કામ કરીને સમય પસાર કર્યો હતો. ઘણાએ તો વળી લૉકડાઉનને કારણે રોજગાર ગુમાવી કપરા સમયનો સામનો કર્યો હશે, પરંતુ બ્રિટનના આ યુગલે નવી કાર્ડ-ગેમ બનાવી અને વેચીને લાખો રૂપિયાની આવક કરી હતી. ગ્રાન્ટ અને જોર્ડાના સેન્ડરસન ભારે નાણાકીય કટોકટી વેઠી રહ્યાં હતાં. વ્યવસાય ચલાવવા તેમણે ઉધાર પૈસા લેવા પડ્યા હતા. એક તબક્કે ૨૦૧૮માં તેમનું લગ્નજીવન લગભગ ભંગાણને આરે હતું. જોકે ‘શૉટ ઇન ધ ડાર્ક’ ગેમની મદદથી તેઓ આર્થિક રીતે સધ્ધર થયા અને તેમના નસીબ આડેથી પાંદડું હટી ગયું.
લૉકડાઉનના સમયમાં તેમણે વિકસાવેલી આ ‘શૉટ ઇન ધ ડાર્ક’ ગેમ તેમની ધારણા કરતાં વધુ લોકપ્રિય બેસ્ટ સેલર ગેમ બની.
ગ્રાન્ટના પિતા ટ્રિવિયલ પરસ્યુટ નામની ગેમમાં હારતાં તેમણે કહ્યું હતું કે આ પ્રકારની ગેમમાં જેમનું સામાન્ય જ્ઞાન સારું હોય તે જ જીતી શકે. પિતાની આ કમેન્ટથી ગ્રાન્ટને કાર્ડ-ગેમ બનાવવાનો વિચાર આવ્યો.
બન્ને પતિ-પત્નીએ મળીને એક એવી ગેમ બનાવવાનો નિર્ણય લીધો જેમાં રમનારાઓને એવા પ્રશ્નો પૂછવામાં આવે જેના જવાબની ભાગ્યે જ કોઈને ખબર હોય. જેમ કે વાઇટ હાઉસને પેઇન્ટ કરવા કેટલા લિટર રંગ લાગે? આ રમતમાં સાચા જવાબની સૌથી નજીકનો સાચો જવાબ આપનાર વ્યક્તિ પૉઇન્ટ મેળવે છે. જોકે આ ગેમ દ્વારા સારીએવી કમાણી કર્યા છતાં પતિ-પત્નીએ પોતપોતાની નોકરી ચાલુ રાખી છે.

international news offbeat news