લગ્ન માટે આ યુગલ પૂરનાં પાણીમાં લગભગ તરીને ચર્ચ પહોંચ્યું

29 October, 2020 09:51 AM IST  |  Mumbai | Mumbai correspondent

લગ્ન માટે આ યુગલ પૂરનાં પાણીમાં લગભગ તરીને ચર્ચ પહોંચ્યું

લગ્ન માટે આ યુગલ પૂરનાં પાણીમાં લગભગ તરીને ચર્ચ પહોંચ્યું

ફિલિપીન્સમાં આવેલા વાવાઝોડાને કારણે ત્યાંના અનેક વિસ્તારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. વાવાઝોડાથી રોડ પર ઠેર-ઠેર કાદવ અને પૂરના પાણીનો ભરાવો થઈ ગયો હતો. આથી લગ્ન કરવા માટે વરઘોડો કાઢીને ચર્ચમાં જવા નીકળેલા યુગલને જબરી અગવડો વેઠવી પડી. એવામાં ઘૂંટણસમા કાદવથી ભરેલા પાણીમાંથી રસ્તો કાઢીને જઈ રહેલા જાનૈયાઓના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.
રૉનિલ ગૅલિપા અને જેઝિએલ નામનું યુગલ લગ્ન માટે તૈયાર થયું હતું અને તેમને ભારે વરસાદ અને તોફાની હવા હોવા છતાં પોતાનાં લગ્ન મુલતવી ન રાખતાં કોઈ પણ હિસાબે ચર્ચમાં જઈને લગ્ન કરવાં જ હતાં. કપડાં ઊંચાં ચડાવીને કાદવવાળા પાણીમાં થઈને પણ તેઓ નીકળ્યાં. લગ્નવિધિ નિયત સમય કરતાં મોડી શરૂ થઈ હતી. લગ્ન બાદની પાર્ટી પણ ચર્ચની અંદર જ યોજવામાં આવી હતી.

international news offbeat news