ભવિષ્યની કૉન્સર્ટ આવી હશેઃ કલાકાર સ્ટેજ પર અને દર્શકો કારમાં

29 May, 2020 10:12 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ભવિષ્યની કૉન્સર્ટ આવી હશેઃ કલાકાર સ્ટેજ પર અને દર્શકો કારમાં

ભવિષ્યમાં આ રીતે થશે કોન્સર્ટ

હાલમાં દરેક પ્રકારની મનોરંજનની પ્રવૃત્તિઓ પર લગામ આવી ગયો છે કેમ કે એમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું અઘરું છે. જોકે એલ.ઓ.સી. તરીકે જાણીતો ડેન્માર્કનો રૅપર લિઆમ ઓ’કોનોરે તાજેતરમાં ઍરપોર્ટના પાર્કિંગમાં લાઇવ કૉન્સર્ટ કરી હતી. એમાં દર્શકો પોતપોતાની કારની અંદર બેઠા હતા જ્યારે રૅપરભાઈ તેમના સાથીઓની સાથે ખુલ્લામાં હંગામી સ્ટેજ બનાવીને પર્ફોર્મ કરી રહ્યા હતા. ભવિષ્યમાં પણ મૂવી, સંગીત-નૃત્યના જલસા આવી રીતે પાર્કિંગની જગ્યામાં કારમાં જ થવા લાગે એવી સંભાવનાઓ નકારી શકાય એમ નથી. 

international news offbeat news national news