ખાડાને ખૂબસસૂરત આર્ટમાં તબદિલ કરવામાં માહેર છે શિકાગોનો આ કલાકાર

15 May, 2020 09:24 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ખાડાને ખૂબસસૂરત આર્ટમાં તબદિલ કરવામાં માહેર છે શિકાગોનો આ કલાકાર

રસ્તા પરના પોટહોલ્સને એના સુંદર અને કલાત્મક ટકાઉ મોઝેઇકથી ભરીને ફિક્સ કરવાનો તેનો શોખ છે અને એમાં તે અવ્વલ છે.

શિકાગોમાં રહેતો જિમ બેચર સ્ટ્રીટ-આર્ટિસ્ટ છે. તેની કૃતિઓ માત્ર કળાત્મક નમૂનો જ નથી, પરંતુ એ એક પ્રકારની પબ્લિક સર્વિસ પણ પૂરી પાડે છે. રસ્તા પરના પોટહોલ્સને એના સુંદર અને કલાત્મક ટકાઉ મોઝેઇકથી ભરીને ફિક્સ કરવાનો તેનો શોખ છે અને એમાં તે અવ્વલ છે.
હકીકતમાં ઇટલીના પ્રાચીન શહેર પોમ્પેઇની યાત્રા દરમ્યાન તેને ખબર પડી હતી કે ખરેખર મોઝેઇક આર્ટ કેટલી ટકાઉ હોય છે. ટૂર-ગાઇડે તેને ૨૦૦૦ વર્ષ જૂનું આર્ટવર્ક બતાવ્યું હતું જેમાં વપરાયેલા આરસ અને કાચના ટુકડા હજી ઝાંખા થયા નહોતા. આર્ટવર્કના ટકાઉપણાની અનુભૂતિએ તેને અચંબિત કરી દીધો અને થોડા મહિના પછી તેણે ઇટલીમાં પ્રાચીન મોઝેઇક આર્ટનાં રહસ્યો શીખવાની શરૂઆત કરી હતી. એને એક હૉબી તરીકે કેળવ્યા પછી કમિશનની કામગીરી શરૂ કરી.
સાતેક વર્ષ પહેલાં શિકાગોના તેના ઘરની આસપાસ ઘણા ખરાબ ખાડા હતા, જે દરેક વખતે ડામર ભરાયા બાદ ફરી પાછો ખાડો પડી જતો હતો. તેણે શરૂઆત પોતાના જ ઘરની સામેના ખાડામાં આર્ટિસ્ટિક પ્રયોગથી કરી. ખાસ્સી મહેનત પછી તે આ આર્ટવર્કમાં સફળ થઈ શક્યો હતો. વળી આર્ટવર્ક કર્યા પછી એને સાચવવું પણ પડતું હોય છે. જોકે હવે તે આમાં માસ્ટર થઈ ચૂક્યો છે.

international news chicago offbeat news