ઘરમાં જ રહેતા માલિકથી કંટાળી ગઈ છે આ બિલાડી

28 May, 2022 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈક ફેરબદલ વિશે ડૉક્ટરે પૂછતાં માલિકે કહ્યું કે કાનના ઑપરેશનને કારણે હું થોડાં સપ્તાહથી ઘરે જ હતો. ડૉક્ટરે કહ્યું કે આવું કરવાથી હેલનની દિનચર્યા બદલાઈ ગઈ છે.

ઘરમાં જ રહેતા માલિકથી કંટાળી ગઈ છે આ બિલાડી

બિલાડી કાયમ મિલનસાર હોય એવું પ્રાણી નથી. તમે ગમે એટલા લાડ એને લડાવો છતાં ઘણી વખત તે એકલી જ રહેવાનું પસંદ કરે છે. ઇંગ્લૅન્ડમાં રહેતા હેરી જૉન્સને ૮૦ પાઉન્ડ  એટલે કે અંદાજે ૮૦૦૦ રૂપિયા વેટરિનરી ડૉક્ટર પાછળ ખર્ચ્યા બાદ ખબર પડી કે બિલાડી થોડો સમય તેનાથી દૂર રહેવા માગે છે. ૯ મહિનાના હેલન નામના બિલાડીના બચ્ચાએ દરવાજા પર ખંજવાળવાનું અને ઘરની અંદર જ પેશાબ કરવાનું શરૂ કરતાં તેના માલિકને ​ચિંતા થઈ એથી તેને એવો ડર લાગ્યો કે બચ્ચું બીમાર છે. હેરી જૉન્સ તાજેતરમાં ઘણો સમય ઘરે જ રહેતો હતો એથી બચ્ચાની આવી વર્તણૂકથી તે પરેશાન થઈ ગયો, પરંતુ ખરેખર બિલાડીને થોડી એકલતા જોઈતી હતી. બિલાડીનું બચ્ચું મોટેથી મ્યાઉં કરતું રહેતું હતું. માલિકની પથારી અને જમીનને ખોતરતી હતી અને જણાવતી હતી કે એ ખુશ નથી. એથી ડરીને જૉન્સ વેટ પાસે લઈ ગયો. વેટની ઇમર્જન્સી અપૉઇન્ટમેન્ટ લેતાં તેણે કહ્યું કે બિલાડીને કંઈ થયું નથી. કોઈક ફેરબદલ વિશે ડૉક્ટરે પૂછતાં માલિકે કહ્યું કે કાનના ઑપરેશનને કારણે હું થોડાં સપ્તાહથી ઘરે જ હતો. ડૉક્ટરે કહ્યું કે આવું કરવાથી હેલનની દિનચર્યા બદલાઈ ગઈ છે. એને થોડી એકલતા જોઈએ છે. હેરીએ ડૉક્ટરની ફી ચૂકવી હતી. સાથે જ તે બિલાડીની ચિંતામાં પરેશાન પણ હતો. માલિકને હવે આશા છે કે તે ફરી ઑફિસ જશે એટલે બિલાડીની હાલત સુધરી જશે.

offbeat news