✕

માણસોનો ઘોંઘાટ વધી ગયો હોવાથી આ પંખીઓએ પોતાનો અવાજ બદલી નાખ્યો

09 October, 2026 01:58 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડનું રાજ્યપક્ષી અને નેપાલનું રાષ્ટ્રીય પંખી ગણાતા હિમાલયન મોનલ નામના પંખીનો અવાજ બદલાઈ રહ્યો છે.

હિમાલયન મોનલ

ઉત્તરાખંડનું રાજ્યપક્ષી અને નેપાલનું રાષ્ટ્રીય પંખી ગણાતા હિમાલયન મોનલ નામના પંખીનો અવાજ બદલાઈ રહ્યો છે. હિમાલયની પહાડીઓમાં ખૂબ ઊંચાઈ પર આ સુંદર પક્ષી જોવા મળે છે. આ પહાડીઓ પર એનો અવાજ સાંભળવો એ પણ એક લહાવો ગણાય છે. જોકે હવે હિમાલયને ખૂંદવા માટે માણસો મોટી સંખ્યામાં ઊમટી રહ્યા હોવાથી આ પંખીઓની શાંતિ ભંગ થઈ ગઈ છે. તાજેતરમાં ઉત્તરાખંડની પહાડી વિસ્તારોમાં ૨૦૦થી વધુ મોનલ પંખીઓના અવાજને રેકૉર્ડ કરીને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં પંખીઓના કલરવની પિચ, તીવ્રતા, લંબાઈ અને એ અવાજની આસપાસના અન્ય ઘોંઘાટને પણ અલગ કરીને તારવવામાં આવ્યો હતો. અભ્યાસુઓએ નોંધ્યું હતું કે શાંત અને માનવવસ્તી જ્યાં બહુ જ ઓછી પહોંચી છે એ વિસ્તારના મોનલ પંખીઓના અવાજની ફ્રીક્વન્સી ખૂબ વધારે હતી. આ બદલાવ અવાજ રેકૉર્ડિંગ ડિવાઇસ પર સાફ જોવા મળે છે, પરંતુ એ સાંભળતી વખતે પરખાતો નથી. નિષ્ણાતોનું કહેવું છે કે
ઘોંઘાટિયા વિસ્તારોમાંથી મોનલ પંખી સ્થળાંતર કરી રહ્યાં છે એ તો એક નોંધનીય બાબત છે જ, પરંતુ જે મોનલ પંખીઓ માનવઘોંઘાટની આસપાસ રહે છે તેમના અવાજની ફ્રીક્વન્સી બદલાઈને કર્કશ થવા તરફ પ્રયાણ કરી રહી છે. હવે આ પંખીઓ વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ રહ્યાં છે. હિમાલયન મોનલ ઉત્તરાખંડ ઉપરાંત, નેપાલ અને ભુતાનમાં પણ જોવા મળે છે. 

offbeat news uttarakhand wildlife