રોલર કોસ્ટરમાં બેસવા માટે આ ભાઈએ એક વર્ષમાં ૪૫ કિલો વજન ઘટાડ્યું

07 August, 2020 10:55 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

રોલર કોસ્ટરમાં બેસવા માટે આ ભાઈએ એક વર્ષમાં ૪૫ કિલો વજન ઘટાડ્યું

અમ્યુઝમેન્ટ પાર્કમાં ઓરિયન નામની નવી રાઇડ મુકાવાની અનાઉન્સમેન્ટ થઈ

અમેરિકાના ઓહાયોમાં રહેતા જેરેડ રીમને કિંગ્સ આઇલૅન્ડ નામની રોલર કોસ્ટરમાં બેસવાનું બહુ ગમતું હતું. છાશવારે તે આ અમ્યુઝમેન્ટ પાર્કમાં જતો અને રાઇડની મજા માણતો. જોકે ઉંમર વધવાની સાથે વજન વધવા માંડતાં રાઇડમાં બેસવાનું અઘરું થઈ પડ્યું હતું એક દિવસ એવો આવ્યો કે વધુપડતા વજનને કારણે તેને તેની મનગમતી રાઇડમાં બેસવાની મનાઈ કરી દેવામાં આવી. બીજી તરફ આ જ અમ્યુઝમેન્ટ પાર્કમાં ઓરિયન નામની નવી રાઇડ મુકાવાની અનાઉન્સમેન્ટ થઈ. ઓરિયન પણ બહુ થ્રિલિંગ એક્સ્પીરિયન્સ આપનારી હતી એટલે તેણે પોતાનું વજન ઘટાડવાનું નક્કી કરી લીધું. પહેલાં તેણે ૧૦ કિલો વજન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પણ કોરોનાને કારણે બહાર નીકળવાનું બંધ થઈ જતાં તેણે વજન ઘટાડવા પર ફોકસ રાખ્યું. હવે જ્યારે કિંગ્સ આઇલૅન્ડ થીમ પાર્ક ખૂલ્યું છે ત્યારે ભાઈસાહેબ ૪૫ કિલો વજન ઘટાડીને એ રાઇડમાં બેસવા માટે ફિટ થઈ ગયા છે. લાંબા સમયે પૂરું થયેલું સપનું હોવાથી ભાઈસાહેબ એટલા રોમાંચિત હતા કે રંગબેરંગી માસ્ક પહેરીને ઓરિયન રાઇડમાં સતત ચાર વાર બેઠા.

international news offbeat news