આને કહેવાય સંઘરાખોરી

28 October, 2020 08:56 AM IST  |  Mumbai | Mumbai correspondent

આને કહેવાય સંઘરાખોરી

આને કહેવાય સંઘરાખોરી

તાજેતરમાં બ્રિટનમાં ૬૪ વર્ષની ઉંમરે અવસાન પામેલા રમણ શુક્લા નામના ભાઈઆ મૃત્યુ બાદ તેઓ જગવિખ્યાત થઈ ગયા છે. કદાચ તે મૂળ ગુજરાતના હોવાની શક્યતા નકારાતી નથી, પરંતુ તેઓ ભારતીય મૂળના નિશ્ચિત રૂપે છે. તેમણે મરણોપરાંત જે ખ્યાતિ મેળવી છે એ તેમના કલેક્શનના શોખને કારણે છે. જીવનભર કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો વ્યવસાય કરનારા રમણ શુક્લાએ ૨૦ વર્ષમાં ત્રણ બેડરૂમનું ઘર, ભાડે લીધેલો ફ્લૅટ, બે ગૅરેજ  અને ૨૪ મોટા ડબ્બા ટ્રેશ કૅન ભરીને ૬૦,૦૦૦ કરતાં વધારે સંખ્યામાં તરેહ-તરેહની વસ્તુઓ ભેગી કરી છે. જાણકારોએ આપેલી માહિતી પ્રમાણે રમણભાઈ ઘરમાં એકલા રહેતા હતા. તેમના સંગ્રહમાં ૬૦૦૦ વિન્ટૅજ કૉમિક્સ, ૪૦૦૦ રેર બુક્સ, ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાના ૧૨ રિકન બેકર ગિટાર, જૉન કેનેડી, વિન્સ્ટન ચર્ચિલ, એલ્વિસ પ્રિસ્લી અને ગાંધીજીના સહી કરેલા ફોટોગ્રાફ્સ અને પત્રો, બીટલ્સ મ્યુઝિક ગ્રુપની યાદો વગેરે અનેક દુર્લભ અને વિશિષ્ટ વસ્તુઓનું રમણભાઈનું કલેક્શન છે. એ કલેક્શનનું વેચાણ કરવામાં આવે તો ૪૦ લાખ પાઉન્ડ (અંદાજે ૩૯ કરોડ રૂપિયા) ઊપજે એવી શક્યતા જાણકારોએ દર્શાવી છે.

international news offbeat news