ઓહાયોમાં એકાંતવાસમાં રહેતી મમ્મીને મળવા દીકરો બકેટ ટ્રક પર ચડ્યો

04 April, 2020 09:11 AM IST  |  Mumbai Desk

ઓહાયોમાં એકાંતવાસમાં રહેતી મમ્મીને મળવા દીકરો બકેટ ટ્રક પર ચડ્યો

અમેરિકાના ઓહાયો સ્ટેટના યંગ્સ ટાઉનમાં ઍડમ્સ ટ્રી પ્રિઝર્વેશન સર્વિસના માલિક ચાર્લી ઍડમ્સે લૉકડાઉનના દિવસોમાં વિન્ડસર એસ્ટેટ અસિસ્ટેડ લિવિંગ નામના નર્સિંગ હોમમાં રહેતી તેની મમ્મીને મળવા માટે નવો અખતરો કર્યો હતો. ટ્રી પ્રિઝર્વેશન સર્વિસ માટેની બકેટ ટ્રકમાં ઊંચાં વૃક્ષોની કાપકૂપ માટે ક્રેન જેવી વ્યવસ્થા હોય છે. એ વ્યવસ્થાનો ઉપયોગ કરીને ચાર્લી ઍડમ્સ ન્યુ મિડલ ટાઉન મકાનના ત્રીજે માળે રહેતી ૮૦ વર્ષની મમ્મી જુલીને મળ્યો હતો. તેણે ક્રેનની હાઇટ ત્રીજા માળ સુધી વધારી અને એકદમ ફુરસદથી મમ્મી સાથે વાતો કરી. બિલ્ડિંગમાં ટ્રક લઈ જવા માટે નર્સિંગ હોમના અધિકારીઓ સહિત સંબંધિત તમામની પરવાનગી લીધી હોવાનું ચાર્લીએ કહ્યું હતું. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર ઍડમના અન્કલે પોસ્ટ કરેલો ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. ફોટોમાં બકેટ ટ્રકની ક્રેનમાં ટોચ પર બેસીને બારી સુધી જઈ મમ્મી સથે ચાર્લી વાત કરતો દેખાય છે. ચાર્લીએ મમ્મીને ફોન લગાડ્યો અને કહ્યું કે ‘મમ્મી, બારીની બહાર જો તો ખરી, કોણ આવ્યું છે? એટલામાં મમ્મી બારી પાસે પહોંચી અને મને જોઈને ખુશ થઈ ગઈ.’

ohio international news offbeat news coronavirus covid19