દરિયામાંથી શાર્ક માછલીને ઉપાડીને હવામાં ઊડી ગયું આ પક્ષી

05 July, 2020 09:52 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

દરિયામાંથી શાર્ક માછલીને ઉપાડીને હવામાં ઊડી ગયું આ પક્ષી

અમેરિકાના માયર્ટલ બીચ પરની એક ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે,

આ વર્ષે પશુ-પક્ષીઓના અનેક અજાયબ વિડિયો વાઇરલ થયા છે. લૉકડાઉનમાં ઘરમાં લોકો કેદ છે, જ્યારે પશુ-પક્ષીઓ બહારની હવામાં મુક્ત રીતે કોઈ પણ પ્રકારના ભય વિના વિચરી રહ્યાં છે.
અમેરિકાના માયર્ટલ બીચ પરની એક ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક પક્ષી એના પંજામાં નાની શાર્ક માછલી લઈને હવામાં ઊડી રહ્યું છે અને આ માછલી પક્ષીની પકડમાંથી બચવાની કોશિશ કરી રહી છે. આ અસામાન્ય દૃશ્યને સાઉથ કૅરોલિનાના એક ફેસબુક-યુઝરે કૅમેરામાં ઝીલી લઈને એનો વિડિયો શૅર કર્યો છે અને કૅપ્શનમાં પ્રશ્ન કર્યો છે કે બાજ પક્ષી છે કે કોન્ડોર? શાર્ક માછલી ગમેએટલી નાની હોય, પણ એ પંખી કરતાં તો કદમાં જાયન્ટ જ હોય છે અને છતાં એ પંખીનો શિકાર બની ગઈ એ દૃશ્ય ભલભલાને અચંબિત કરનારું છે. ટ્વિટર પર હવે શોધખોળ ચાલી રહી છે કે શાર્કનો શિકાર કરનારું આ પંખી છે કોણ?

national news international news offbeat news