માત્ર ૧૨ ઇંચના રમકડાની સાઇઝના આ બાળકે મોત સાથે લડીને સ્વસ્થતા મેળવી

25 October, 2020 08:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

માત્ર ૧૨ ઇંચના રમકડાની સાઇઝના આ બાળકે મોત સાથે લડીને સ્વસ્થતા મેળવી

માત્ર ૧૨ ઇંચના રમકડાની સાઇઝના આ બાળકે મોત સાથે લડીને સ્વસ્થતા મેળવી

વૉલ અને રૉબ નામના કપલનું બાળક અધૂરા મહિને એટલે કે માત્ર ૨૩ અઠવાડિયે જન્મ્યું હતું. જન્મ સમયે તેનું વજન માત્ર ૬૮૦ ગ્રામ હતું અને કદ માત્ર ૧૨ ઇંચનું. વાત એમ હતી કે વૉલને ગર્ભાશયના મુખની ખૂબ રેર કહેવાય એવી બીમારી હતી. એમાં મુખ ટૂંકું હતું અને અચાનક જ એ ખૂલી ગયું હતું. આ જ કારણસર અધૂરા મહિને બાળક નીચે સરકી ગયું હતું. ડૉક્ટરે ગર્ભાશયના મુખ પર ટાંકા લઈને બાળકને અંદર જ રાખવાની ઘણી કોશિશ કરી, પણ સફળતા ન મળી. આખરે ૨૩ અઠવાડિયે સુવાવડ થઈ. બાળક જન્મ્યું ત્યારે એ એટલું નબળું અને ટચૂકડું હતું કે તેની સારવાર કરવા માટે ડૉક્ટરે તેને કઈ રીતે હાથમાં લેવું એ પણ કોયડો હતો. એક વેંતમાં સમાઈ જાય એવા સુપરમૅનને રમકડા જેટલું જ લોગનનું કદ હતું. લોગન રૉય એટલો બધો નબળો હતો કે તેને શરૂઆતના ૧૦૫ દિવસ એટલે કે સાડાત્રણ મહિના હૉસ્પિટલમાં ઇન્ક્યુબેટરમાં રાખવો પડ્યો હતો. જન્મ સમયે તેનું કદ માત્ર ૧૨ ઇંચ જેટલું હતું જે તેના પિતા તેને માટે લાવ્યા હતા સૌપ્રથમ રમકડાના સુપરમૅનનું હતું.
જોકે લોગન એટલો જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળો હતો કે તેણે અનેક મુશ્કેલીઓ અને બીમારીઓનો સામનો કરીને મોતને હાથતાળી આપી દીધી. તેની મમ્મી વૉલનું કહેવું છે કે તેનો દીકરો લોગન રૉય હંમેશાં ટફ બૉય રહ્યો છે, જે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

international news offbeat news