ન્યુઝ વાંચતી વખતે આગળનો દાંત પડી જવા છતાં ઍન્કરે બુલેટિન ચાલુ રાખ્યું

19 July, 2020 03:45 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ન્યુઝ વાંચતી વખતે આગળનો દાંત પડી જવા છતાં ઍન્કરે બુલેટિન ચાલુ રાખ્યું

નકલી દાંત પડવા છટા ચાલું રાખ્યું બુલેટિન

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં લાઇવ ન્યુઝ વાંચતી વખતે ન્યુઝ-ઍન્કરનો દાંત તૂટીને તેના મોઢામાંથી બહાર પડી જાય છે. જોકે ન્યુઝ-ઍન્કર શો અટકાવ્યા વિના જાણે કંઈ બન્યું જ નથી એમ જરાય ક્ષોભ અનુભવ્યા વિના સમાચાર વાંચવાનું ચાલુ રાખે છે.
યુક્રેનની આ ન્યુઝ-ઍન્કરનું નામ મારિચકા પડલ્કો છે. કદાચ લાઇવ ન્યુઝ રીડિંગ વખતે તો અનેક લોકોએ આ ઘટના જોઈ હશે, પણ નવાઈની વાત એ છે મારિચકાએ પોતે આ ઘટનાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે તેના મોઢામાંથી જેવો દાંત બહાર પડે છે ત્યારે મારિચકાની સહયોગી તેને જણાવે છે અને તે તરત જ દાંતને નીચે પડતો બચાવી લે છે અને એ પછી પોતાને સંયમિત રાખીને ન્યુઝ-શો પૂરો કરે છે. તૂટેલા દાંત વિશે મારિચકા પોસ્ટમાં જણાવે છે કે ૧૦ વર્ષ પહેલાં મારી દીકરીએ રમતાં-રમતાં અલાર્મ ક્લૉક મોઢા પર મારવાથી એ સમયે જ આ દાંત તૂટી ગયો હતો.

international news offbeat news