૯૧ વર્ષના પ્રોફેસરે આજે પણ ઑનલાઇન ક્લાસ લેવાનું બંધ નથી કર્યું

18 September, 2020 11:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

૯૧ વર્ષના પ્રોફેસરે આજે પણ ઑનલાઇન ક્લાસ લેવાનું બંધ નથી કર્યું

૯૧ વર્ષના પ્રોફેસરે આજે પણ ઑનલાઇન ક્લાસ લેવાનું બંધ નથી કર્યું

વ્યવસાય પ્રત્યે નિષ્ઠા અને લગાવ વ્યક્તિત્વ સાથે વણાઈ જાય છે. ગમતો વ્યવસાય હોય તો કોઈ પણ ઉંમરે અને કોઈ પણ પદ્ધતિએ ભણાવવાનો થાક કે અણગમો થતો નથી. ક્લાસ રૂમમાં હોય કે ઑનલાઇન ક્લાસમાં હોય, શિક્ષકની વિદ્યાર્થીઓને ભણાવવાની નિષ્ઠા યથાવત્ હોય છે. ફેસબુક-યુઝર જુલિયા ક્રોહ્ન મૅકલિંગે પોસ્ટ કરેલી તેના ૯૧ વર્ષના પિતાની ઑનલાઇન ક્લાસ લેતી તસવીરને હજારો લાઇક્સ અને શૅર મળ્યાં છે. એ તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. યુનિવર્સિટી ઑફ સેન્ટ થોમસમાં ૫૦ વર્ષથી વધારે સતત ઇંગ્લિશ લૅન્ગ્વેજના અધ્યાપનમાં વ્યસ્ત રહેલા પ્રોફેસર પપ્પાને ૯૧ વર્ષની ઉંમરે ફૉર્મલ ડ્રેસમાં સજ્જ બેસી ગયેલા જોઈને દીકરી જુલિયા ખૂબ રાજી થઈ જાય છે. ફેસબુક પર લોકોએ ઘણી માનવાચક કમેન્ટ્સ લખી છે. કોઈએ એ પ્રોફેસરને વિશ્વના રત્ન સમાન ગણાવ્યા છે તો કોઈએ કહ્યું છે કે બધા શિક્ષકો આવા હોવા જોઈએ. સલામ અને પ્રણામ તો ગણ્યા ગણાય નહીં એટલાં લખાયાં છે.

international news offbeat news