ફેરારી પ્રેરિત હાઇપર યૉટમાં સુપરકાર માટે પણ જગ્યા

06 December, 2021 09:40 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

કાર્બન ફાઇબરમાંથી બનાવેલી આ યૉટમાં આગળના ભાગમાં ફેરારી બૅજ તથા બે ડબલ ગેસ્ટ કૅબિન, મુખ્ય સૅલોં અને ત્રણ ક્રૂ મેમ્બર્સ માટે રૂમ પણ છે

હાઇપર યૉટ

એક નવી યૉટ બહાર પડી છે, જેને હાયપર યૉટ તરીકે ઓળખાવવામાં આવી છે. આ યૉટનો વિડિયો જોઈએ તો પહેલી નજરે જાણે કોઈ ફિલ્મ જોતા હોઈએ એમ જ લાગે. 
 ૯ મીટર લાંબી સુપરયૉટની ડિઝાઇન પ્રખ્યાત રોસો કોર્સો રેડમાં આવતી ફેરારીની ડિઝાઇનને જાણે ટ્રિબ્યૂટ છે, જેમાં ફેરારી કાર માટે પણ જગ્યા રાખવામાં આવી છે. યૉટની અંદર રેસિંગથી પ્રેરિત કૉકપિટ છે અને પાઇલટ માટેની જગ્યા અને ગુલવિંગ દરવાજા પણ છે. 
કાર્બન ફાઇબરમાંથી બનાવેલી આ યૉટમાં આગળના ભાગમાં ફેરારી બૅજ તથા બે ડબલ ગેસ્ટ કૅબિન, મુખ્ય સૅલોં અને ત્રણ ક્રૂ મેમ્બર્સ માટે રૂમ પણ છે. અન્ય યૉટની જેમ જ આ યૉટમાં પણ ઍરોડાયનૅમિક વિન્ગ્સ છે, જે એને પાણીની લહેરો પર સરકવામાં સહાયક બની રહે છે. આ હાયપર યૉટ તૈયાર કરવા પાછળનો મૂળ હેતુ દરિયાની ફરારી કેવી લાગી શકે એની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવાનો છે. 

offbeat news international news