૧૦૦ વર્ષના અમેરિકન દાદાએ રેકૉર્ડ બનાવવા માટે સ્કૂબા ડાઇવિંગ કર્યું

10 September, 2020 08:29 AM IST  |  Mumbai | Mumbai correspondent

૧૦૦ વર્ષના અમેરિકન દાદાએ રેકૉર્ડ બનાવવા માટે સ્કૂબા ડાઇવિંગ કર્યું

૧૦૦ વર્ષના અમેરિકન દાદાએ રેકૉર્ડ બનાવવા માટે સ્કૂબા ડાઇવિંગ કર્યું

અમેરિકાના ઇલિનોઇ રાજ્યના રૉકફર્ડના રહેવાસી બિલ લૅમ્બાર્ટ ગયા અઠવાડિયે સો વર્ષના થયા. સો વર્ષના માઇલસ્ટોનને યાદગાર બનાવીને વિક્રમ સર્જવા માટે તેમણે અનોખું સાહસ કર્યું હતું. ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્સમાં સૌથી મોટી ઉંમરના સ્કૂબા ડાઇવર તરીકે નામ નોંધાવવા માટે બિલ લૅમ્બાર્ટે આયુષ્યના આ વળાંકે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. બે દિવસ પહેલાં સાઉથ બેલ્ટોઇટના પર્લ લેકમાં તેમણે ૨૭ મિનિટનું સ્કૂબા-ડાઇવિંગ કર્યું હતું. ક્વૉલિફિકેશન માટે ડાઇવરે વીસ મિનિટ પાણીની સપાટી નીચે રહેવું પડે છે. બિલદાદા ૨૭ મિનિટ પાણીની સપાટી નીચે રહ્યા હતા. દાદાનું કહેવું છે કે ‘અંદર મને એક્સ્ટ્રા ઑક્સિજન મળ્યો. એક્સ્ટ્રા ઑક્સિજન મળવાથી સારું લાગે, પરંતુ થાકી ગયા હોઈએ એવું પણ લાગે.’
દાદાનું આ સાહસ જોવા તેમની દીકરી અને જમાઈ બૉસ્ટનથી અને દોહિત્રી ન્યુ યૉર્કથી સાઉથ બેલ્ટોઇટ પહોંચ્યાં હતાં. તેમના કેટલાક મિત્રો પણ હાજર રહ્યા હતા. અત્યાર સુધી વિશ્વના સૌથી મોટી ઉંમરના સ્કૂબા ડાઇવરનો વિક્રમ બ્રિટનના વૉલેસ રેમન્ડ વુલીને નામે છે. ૨૦૧૯ના ઑગસ્ટ મહિનામાં ૯૬ વર્ષ ૩ દિવસની ઉંમરે વૉલેસદાદાએ સાઇપ્રસની લાર્નાકા ખાડીના ઝેનોબિયા શિપ રૅક ક્ષેત્રમાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું.

united states of america offbeat news international news