‘નાટુ નાટુ’ની બીટ્સ પર ટેસ્લા કારનો લાઇટ શો

22 March, 2023 10:55 AM IST  |  Trenton | Gujarati Mid-day Correspondent

ટેસ્લાના ચીફ ઇલૉન મસ્કનું પણ વિડિયો પર રીઍક્શન આવ્યું છે.

ઑસ્કર વિનિંગ સૉન્ગ ‘નાટુ નાટુ’ની બીટ્સ પર લાઇટ શો પર્ફોર્મ કરતો ટેસ્લા કારનો એક વિડિયો વાઇરલ થયો છે

ઑસ્કર વિનિંગ સૉન્ગ ‘નાટુ નાટુ’ની બીટ્સ પર લાઇટ શો પર્ફોર્મ કરતો ટેસ્લા કારનો એક વિડિયો વાઇરલ થયો છે, જેના પર ટેસ્લાના ચીફ ઇલૉન મસ્કનું પણ રીઍક્શન આવ્યું છે. આ ટૂંકી ક્લિપ ‘ RRR’ મૂવીના ઑફિશ્યલ ટ્વિટર હૅન્ડલ દ્વારા શૅર કરવામાં આવી હતી, જેમાં અમેરિકાના ન્યુ જર્સીમાં એક પાર્કિંગ લૉટમાં રહેલી સેંકડો ટેસ્લા કાર આ ધમાકેદાર સૉન્ગના બીટ્સ પર લાઇટ શો પર્ફોર્મ કરતી જોવા મળી હતી. મસ્કે આ ક્લિપ પર રીઍક્ટ કરતાં બે હાર્ટ ઇમોજી મૂક્યાં હતાં. ટેસ્લાના ઑફિશ્યલ હૅન્ડલ પર પણ આ વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. ‘નાટુ નાટુ’ સમગ્ર દુનિયામાં મ્યુઝિક ઍન્થમ બની ગયું છે. ક્રિકેટર્સ અને ડિપ્લોમેટ્સ પણ જુનિયર એનટીઆર અને રામચરણનાં સ્ટેપ્સને ફૉલો કરતા જોવા મળ્યા છે.

offbeat news international news elon musk RRR oscars oscar award new jersey viral videos