અમેરિકાના એક રાજ્યમાં ટીચર્સ હવે સ્કૂલમાં ગન લઈ આવશે

25 April, 2024 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાની સ્કૂલોમાં અવાનવાર શૂટઆઉટની ઘટનાઓ બનતી રહે છે એટલે શિક્ષકોને હથિયારની મંજૂરી આપવાની માગણી ઘણા સમયથી થઈ રહી હતી.

નૅશવિલ શહેરમાં ટીચર્સને ગન રાખવાની મંજૂરી આપતા બિલનો વિરોધ કરી રહેલા દેખાવકારો.

અમેરિકાના ટેનેસી સ્ટેટની સ્કૂલોમાં થોડા દિવસમાં ટીચર્સ હાથમાં બુક્સની સાથે કમર પર રિવૉલ્વર લટકાવીને ક્લાસરૂમમાં પ્રવેશે એવાં દૃશ્ય જોવા મળી શકે છે. મંગળવારે ટેનેસીની સંસદે શિક્ષકોને સ્કૂલમાં હૅન્ડગન રાખવાની છૂટ આપતા બિલને મંજૂરી આપી હતી. સંસદની બહાર આ બિલના ઉગ્ર વિરોધ વચ્ચે ૬૮ વિરુદ્ધ ૨૮ મતે બિલ પસાર થયું હતું. અગાઉ સ્ટેટની સેનેટે પણ આ બિલને મંજૂરી આપી હતી. અમેરિકાની સ્કૂલોમાં અવાનવાર શૂટઆઉટની ઘટનાઓ બનતી રહે છે એટલે શિક્ષકોને હથિયારની મંજૂરી આપવાની માગણી ઘણા સમયથી થઈ રહી હતી. હાલમાં જ નૅશવિલની એક સ્કૂલમાં ગોળીબારમાં બે વિદ્યાર્થીઓ અને સ્કૂલના ૩ કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં. ટેનેસીની સંસદમાં ડોનલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી બહુમતીમાં છે. ડેમોક્રૅટિક પાર્ટીનું માનવું છે કે સ્કૂલમાં રિવૉલ્વરની હાજરી બાળકો માટે ખતરનાક હશે.

offbeat videos offbeat news social media united states of america