એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર-ભાગાકાર ગણી કિશોરે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

29 June, 2020 10:10 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર-ભાગાકાર ગણી કિશોરે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

૧૦ વર્ષનો વિદ્યાર્થી નદુબ ગિલ

ઇંગ્લૅન્ડમાં ૧૦ વર્ષના પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીએ એક મિનિટમાં ગુણાકાર અને ભાગાકારના દાખલાઓનો ઉકેલ શોધીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.
ઇંગ્લૅન્ડના લૉન્ગ ઇટનની લૉન્ગમૂર પ્રાથમિક શાળાના ૧૦ વર્ષના વિદ્યાર્થી નદુબ ગિલે કોવિડ-19 લૉકડાઉનનો કેટલોક સમય ટાઇમ્સ ટેબલ રૉકસ્ટાર્સ ઍપ્લિકેશન પર ગણિતની પ્રૅક્ટિસ કરવા માટે વિતાવ્યો અને પછી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. નદુબે એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર અને ભાગાકારના પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જેમાં સરેરાશ એક સેકન્ડમાં ત્રણ કરતાં વધુ જવાબ મળ્યા. આ નવા વિશ્વ રેકૉર્ડ માટે અન્ય ૭૦૦ સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.

international news national news offbeat news england