ઑનલાઇન ક્લાસ અટેન્ડ કરવા ટીનેજરે મોબાઇલ ચોર્યો, પોલીસે નવો ફોન આપ્યો

24 September, 2020 09:33 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઑનલાઇન ક્લાસ અટેન્ડ કરવા ટીનેજરે મોબાઇલ ચોર્યો, પોલીસે નવો ફોન આપ્યો

પ્રતીકાત્મક તસવીર

ચેન્નઈમાં એક ટીનેજર મોબાઇલ ફોન ખેંચીને ભાગતાં પકડાયો ત્યારે પોલીસને જાણવા મળ્યું કે એ છોકરાએ શિક્ષણ મેળવવાની અદમ્ય ખેવના સાથે એ ગુનો કર્યો હતો. તેથી પોલીસે જ એ છોકરાને ઍન્ડ્રૉઇડ મોબાઇલ ફોન ભેટમાં આપ્યો હતો. મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતા 13 વર્ષના એ છોકરાના પિતા બિસ્કિટની દુકાનમાં નોકરી કરે છે અને માતા લોકોના ઘરમાં સફાઈ અને રસોઈ જેવાં કામો કરે છે.
સ્કૂલના સમયમાં કામકાજ વગર નવરા બેઠેલા એ છોકરા પર બે મોબાઇલચોરોની નજર પડી. એ લોકોએ છોકરાને મોબાઇલ ચોરીના ધંધામાં ખેંચવાનો પ્રયત્ન કર્યો, કારણ કે નાની ઉંમરને કારણે પોલીસને તેના પર જલદી શંકા જાય એવી શક્યતા નહોતી. એ ત્રણ જણ તિરુવોટ્ટીયુરના એક ટ્રક-ડ્રાઇવરનો મોબાઇલ ફોન ચોરતાં પકડાયા હતા. ત્રણેયને પોલીસને સોંપવામાં આવ્યા હતા. તપાસ અને પૂછપરછની કાર્યવાહી દરમ્યાન તિરુવોટ્ટીયુરનાં ક્રાઇમ પોલીસ-ઇન્સ્પેક્ટર એસ. ભુવનેશ્વરીએ એ છોકરાના ઘર-પરિવાર અને આર્થિક સ્થિતિની કથા સાંભળી હતી. ભુવનેશ્વરીએ તેની દીકરી માટે મોબાઇલ ફોન લેવા રાખેલી રકમમાંથી મોબાઇલ ફોન ખરીદીને પેલા ૧૩ વર્ષના છોકરાને ભેટમાં આપ્યો હતો.

national news offbeat news