૧૫ વર્ષના કિશોરને કોબ્રા કરડ્યો, બે કલાકમાં ૭૬ ઇન્જેક્શન્સ આપીને ડૉક્ટરોએ તેનો જીવ બચાવ્યો

17 August, 2025 08:17 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષના કિશોરના શરીરમાંથી કોબ્રાનું ઝેર ઉતારવા માટે ૭૬ ઇન્જેક્શન્સ લગાવ્યાં હોવાના સમાચાર છે

કરણ નામનો આ છોકરો લાકડાં વીણવા ગયેલો ત્યારે અચાનક એક કોબ્રા તેની સામે આવ્યો અને કરડી ગયો

ઉત્તર પ્રદેશના કનોજની જિલ્લા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ૧૫ વર્ષના કિશોરના શરીરમાંથી કોબ્રાનું ઝેર ઉતારવા માટે ૭૬ ઇન્જેક્શન્સ લગાવ્યાં હોવાના સમાચાર છે. કરણ નામનો આ છોકરો લાકડાં વીણવા ગયેલો ત્યારે અચાનક એક કોબ્રા તેની સામે આવ્યો અને કરડી ગયો. પરિવારજનોને ખબર પડતાં જ તેમણે કોબ્રાને લાઠીથી મારી નાખ્યો. એ મરેલા સાપ સાથે પરિવારજનો કરણને હૉસ્પિટલ લઈને પહોંચ્યા હતા.  અત્યંત ઝેરીલા સાપના ઝેરને ઉતારવા માટે ડૉક્ટરોએ બે કલાકમાં મલ્ટિપલ ઇન્જેક્શન્સ આપીને કિશોરનો જીવ બચાવ્યો હોવાનો દાવો કર્યો હતો. 

offbeat news national news india uttar pradesh