✕

ગાયને બચાવવા જતાં સરસવનું તેલ ભરેલું ટૅન્કર પલટાયું, લોકોને લૂંટવામાં મજા પડી ગઈ

16 October, 2026 03:32 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ટૅન્કર નમી પડતાં એમાંથી તેલ વહેવા લાગ્યું હતું. આ રોડ ગામની નજીક હતો અને તેલની નદી વહેતી જોઈને ગામલોકોને મજા પડી ગઈ. બાલદી, ડબ્બો, કૅન અને હાથમાં જે વાસણ આવ્યું એ લઈને લોકો તેલ લૂંટવા પહોંચી ગયા.

જયપુરમાં તેલથી ભરેલું ટેન્કર પલટાયું

રાજસ્થાનના અલવર-જયપુર રોડ પર એક ટર્નિંગ પૉઇન્ટ પાસે અચાનક ગાય આવેલી જોઈને વેગમાં જતા તેલના ટૅન્કરે પલટી ખાઈ લીધી હતી. ટૅન્કર નમી પડતાં એમાંથી તેલ વહેવા લાગ્યું હતું. આ રોડ ગામની નજીક હતો અને તેલની નદી વહેતી જોઈને ગામલોકોને મજા પડી ગઈ. બાલદી, ડબ્બો, કૅન અને હાથમાં જે વાસણ આવ્યું એ લઈને લોકો તેલ લૂંટવા પહોંચી ગયા. પોલીસે ટૅન્કરને ક્રેનની મદદથી સીધું કરાવ્યું ત્યાં સુધીમાં અડધોઅડધ તેલ બરબાદ થઈ ચૂક્યું હતું.

jaipur rajasthan offbeat news national news village