બે વર્ષમાં ૩૦૦ લીટર બ્રેસ્ટ-મિલ્ક ડોનેટ કર્યું બે સંતાનોની મમ્મીએ

09 August, 2025 07:37 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના તિરુચિરાપલ્લી પાસેના એક ગામમાં રહેતી ૩૩ વર્ષની સેલ્વા બ્રિન્દા બે સંતાનોની મમ્મી છે. સેલ્વાબહેને પોતાનાં સંતાનોને દૂધ પિવડાવવા ઉપરાંત બ્રેસ્ટ-મિલ્ક કાઢીને અન્ય પ્રીમૅચ્યોર જન્મેલાં બાળકોને મદદ કરવાનું શરૂ કર્યું હતું.

બે વર્ષમાં ૩૦૦ લીટર બ્રેસ્ટ-મિલ્ક ડોનેટ કર્યું બે સંતાનોની મમ્મીએ

તામિલનાડુના તિરુચિરાપલ્લી પાસેના એક ગામમાં રહેતી ૩૩ વર્ષની સેલ્વા બ્રિન્દા બે સંતાનોની મમ્મી છે. સેલ્વાબહેને પોતાનાં સંતાનોને દૂધ પિવડાવવા ઉપરાંત બ્રેસ્ટ-મિલ્ક કાઢીને અન્ય પ્રીમૅચ્યોર જન્મેલાં બાળકોને મદદ કરવાનું શરૂ કર્યું હતું. એકદમ અનાયાસ શરૂ થયેલા આ મિશનમાં સેલ્વાએ ધીમે-ધીમે કરતાં ૩૦૦.૧૭ લીટર બ્રેસ્ટ-મિલ્ક ડોનેટ કર્યું હતું. આ કાર્યમાં મહાત્મા ગાંધી મેમોરિયલ ગવર્નમેન્ટ હૉસ્પિટલનો પણ ફાળો રહ્યો હતો. ૨૦૨૩ના એપ્રિલથી ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિના દરમ્યાન આ મિલ્ક ડોનેશન થયું હતું જેને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. 

tamil nadu offbeat news national news food news health tips