આ હાથીની હૅરસ્ટાઈલે સોશ્યલ મીડિયા પર મચાવી છે ધૂમ

06 July, 2020 04:38 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent

આ હાથીની હૅરસ્ટાઈલે સોશ્યલ મીડિયા પર મચાવી છે ધૂમ

તસવીર સૌજન્ય: ટ્વીટર

તામિલનાડુના એક હાથીનો ફોટો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. આ ફોટોમાં હાથીની હૅરસ્ટાઈલ એકદમ જોવા જેવી છે. સેનગામાલમ નામનો આ હાથી તામિલનાડુના મન્નારગુડી શહેરમાં આવેલા રાજગોપાલસ્વામી મંદિરમાં રહે છે. અત્યારે તેની હૅરસ્ટાઈલ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

ઈન્ડિયન ફૉરેસ્ટ ઓફિસર સુધા રામને પોતાના ટ્વીટર પર હાથીની તસવીર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, બૉબ-કટ સેનગામાલમ હાથી.

Mannai Onlineના મતે, 2003માં આ હાથીને કેરળના રાજગોપાલસ્વામી મંદિરમાં લાવવામાં આવ્યો હતો. તે પછી મહાવત એસ રાજગોપાલે તેની શાનદાર હૅરસ્ટાઈલ કરી હતી. આ હૅરસ્ટાઈલ પછી હાથી પ્રખ્યાત થયો હતો. તેની વિશેષ સંભાળ રાખવામાં આવે છે.

મહાવત એસ રાજગોપાલે 2018માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું સેનગામાલમને મારા બાળકની જેમ પ્રેમ કરું છું. મેં એકવાર ઈન્ટરનેટ પર એક વીડિયો જોયો હતો જેમા મદનિયાના બૉબ-કટ મને બહુ ગમ્યા હતા. ત્યારબાદ જ મેં સેનગામાલમના વાળ વધારવાનું શરૂ કરી દીધું હતું. એના વાળ કાપવા સરળ નથી. એ જ્યારે શાંત બેઠો હપય ત્યારે જ વાળ કાપવાનું શક્ય છે.

સેનગામાલમના વાળને ગરમીની ઋતુમાં દિવસમાં ત્રણ વાર અને અન્ય ઋતુઓમાં ઓછામાં ઓછા એકવાર ધોવામાં આવે છે. ગરમીના સમયમાં તેના વાળમાં ઠંડક રહે તે માટે મહાવતે 45,000 રૂપિયાનો વિશેષ શાવર પણ ખરીદ્યો છે.

national news tamil nadu offbeat news