મૅરેજમાં ગિફ્ટ આપ્યું પાંચ લિટર પેટ્રોલ

21 August, 2021 09:52 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

લગ્નની આ ભેટ જોઈને સૌકોઈ અચંબિત રહી જાય છે

યુગલને પેટ્રોલ ગિફ્ટ આપતા તામિલ કૉમેડિયન

સોશ્યલ મીડિયા પર તાજેતરમાં એક ફોટો વાઇરલ થયો છે, જેમાં નવપરિણીત યુગલને તામિલ કૉમેડિયન પાંચ લિટર પેટ્રોલ ભરેલો કેરબો ભેટ આપે છે. લગ્નની આ ભેટ જોઈને સૌકોઈ અચંબિત રહી જાય છે. ટ્વિટર પર આ ફોટો મનોબાલા વિજયબાલન નામના કૉલમિસ્ટે શૅર કર્યો છે. પેટ્રોલના વધતા જતા ભાવ પર વ્યંગ કરવાના હેતુથી તેણે આ ભેટ આપી હોવાનું માયિનસામીએ એક ન્યુઝ ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. રાજ્યના નાણાપ્રધાન પી. ટી. પલાનીવેલ ત્યાગરાજને જાહેરાત કરી હતી કે પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયાનો ઘટાડો કરાયો છે, જેનો લાભ તામિલનાડુ સરકાર લેશે એવી જાહેરાત કર્યા બાદ માયિનસામીએ રાજ્યમાં પેટ્રોલની કિંમત નીચી હોવાથી તેની કિંમતમાં ઘટાડો થવા છતાં પ્રવાહ સાથે ન ચાલવા બદલ માયિનસામીએ તામિલનાડુ સરકારની પ્રશંસા કરી હતી. લોકોએ માયિનસામીની પ્રશંસા કરી છે.

offbeat news national news tamil nadu viral videos