સારું ગાઓ છો તો ટૅક્સી-રાઇડ મફત

06 January, 2021 09:18 AM IST  |  Taiwan | Gujarati Mid-day Correspondent

સારું ગાઓ છો તો ટૅક્સી-રાઇડ મફત

ટૅક્સી-ડ્રાઇવ તુ ચિંગ લિયાન્ગ

તાઇવાનનો ટૅક્સી-ડ્રાઇવ તુ ચિંગ લિયાન્ગ તેની ટૅક્સીમાં કરાઓકેમાં ગીત ગાનાર પ્રવાસીને મફતમાં તેમના ગંતવ્યસ્થાને લઈ જાય છે. તેની એક સફળ યુટ્યુબ ચૅનલ પણ છે જેમાં તે મુસાફરોએ ગાયેલાં ગીતો પણ મૂકે છે. મુસાફરો પણ ઍપમાંથી ટૅક્સી બુક કરતી વખતે કરાઓકેની સુવિધા ધરાવતું વાહન જ પસંદ કરે છે, પરંતુ લિયાન્ગ એકમાત્ર એવો ડ્રાઇવર છે જે મુસાફરો ગીત ગાય તેનું રેકૉર્ડિંગ કરે છે અને તેને મફતમાં સવારી પણ કરાવે છે.

તેણે આ બધું ૧૦ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે ગીતનું નામ ઓળખી બતાવનારને ડિસ્કાઉન્ટ આપતો. ત્યાર બાદ તેણે કૅબમાં કૅમેરા ફિટ કરાવીને લોકોને કરાઓકેમાં ગીત ગાવા માટે પ્રોત્સાહિત કર્યા. જોકે ઘણી વખત પોલીસે તેને દંડ પણ ફટકાર્યો છે. છેલ્લાં ૬ વર્ષમાં તેણે લોકો ગીત ગાતા હોય એવા ૧૦,૦૦૦ વિડિયો બનાવ્યા છે. લિઆન્ગની યુટ્યુબ ચૅનલ પર ૨૯,૯૦૦ સબસ્ક્રાઇબર છે. લાખો લોકોએ આ વિડિયો જોયા છે. ૧૦ જેટલા વિવિધ દેશોના ટીવી-શોમાં લિયાન્ગને બોલાવવામાં આવ્યો હતો.

offbeat news international news taiwan