તાઇવાનની મિરેકલ બેબી હાથમાં કોપર-ટી લઈને જન્મી

16 July, 2020 09:50 PM IST  |  Mumbai Desk | Agencies

તાઇવાનની મિરેકલ બેબી હાથમાં કોપર-ટી લઈને જન્મી

મિરેકલ બેબી

ફાંટાબાજ કુદરત ક્યારેક એવી કલાકારી કરે કે એના પર વિશ્વાસ કરવો અસંભવ બની રહે છે આવી જ એક ઘટના તાઇવાનમાં બની છે. અહીંની એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો છે પરંતુ તેના જન્મ બાદ તેના હાથમાં રહેલી એક ચીજ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે અને એ ચીજ છે ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં આવતું કોપર-ટી. આ મહિલાએ કેટલાક વર્ષો પહેલાં ગર્ભ રોકવા માટે કોપર-ટીનો ઉપયોગ કર્યો હતો. કોપર-ટી ફેઇલ કઈ રીતે ગયું તેના કરતાં વધુ આશ્ચર્ય ડોક્ટરોને તે આ બાળકના હાથમાં કઈ રીતે આવ્યું તેનું છે. આ બાળકનો જન્મ ગયા અઠવાડિયે તાઇવાનના હેફોંગ શહેરમાના હાય ફોંગ આંતરરાષ્ટ્રીય હોસ્પિટલમાં થયો હતો. બાળકના જન્મ વખતે તેના હાથમાં કોઈ ચીજ હોવાનું જોઇ ડોક્ટરોએ જોયું અને તે કોપર-ટી હોવાનું જણાતા ડોક્ટરોએ મહિલાને પુછતાં તેણે બે વર્ષ પહેલાં તે બેસાડ્યું હોવાનું કબૂલ્યું હતું. સોશ્યલ મીડિયા પર  બાળકનો ફોટો વાઇરલ થયો છે અને ગર્ભનિરોધક યંત્રનો ઉપયોગ કરવા છતાં બાળકનો જન્મ થયો હોવાથી નેટીજન્સે તેને મિરેકલ બેબી એવું નામ આપ્યું છે.

international news taiwan offbeat news