ફુલ બ્રાઇટ મોડમાં મોબાઇલ વાપરતી આ કન્યાના કૉર્નિયામાં પડી ગયાં ૫૦૦ કાણા

21 February, 2019 08:47 AM IST  | 

ફુલ બ્રાઇટ મોડમાં મોબાઇલ વાપરતી આ કન્યાના કૉર્નિયામાં પડી ગયાં ૫૦૦ કાણા

ચેનની આંખમાં પડ્યા 500 કાણાં

સેલફોનનો ઉપયોગ હવે બેફામ વધી રહ્યો છે ત્યારે તાઇવાનની પચીસ વર્ષની ચેન નામની કન્યાના સમાચાર લાલ બત્તી સમાન છે. આ બહેનને દિવસ-રાત ફોન પર ફુલ બ્રાઇટનેસ મોડ પર કામ કરવાની આદત હતી. છેલ્લાં બે વર્ષથી તે લગાતાર આ આદત ધરાવતી હતી જેને કારણે તેની આંખોને એવું નુકસાન થયું છે જે રિવર્સ થઈ શકે એમ નથી. આંખમાં આવેલા કૉર્નિયામાં લગભગ ૫૦૦ અત્યંત ઝીણાં કાણાં પડી ગયાં છે અને કૉર્નિયા દેખાવમાં જાણે માઇક્રોવેવમાં શેકાઈ ગયો હોય એવો થઈ ગયો છે. ચેન સેક્રેટરી છે અને તેને કામસર આખો દિવસ ઈ-મેઇલ, મેસેજ, ચૅટ અને કૉલનો જવાબ આપવો પડતો હતો. દિવસ હોય કે રાત તે હંમેશાં મોબાઇલ પર ઍક્ટિવ રહેતી હતી. અંધારામાં પણ તે ફુલ બ્રાઇટનેસ મોડ ચાલુ રાખતી હતી જેને કારણે તેના કૉર્નિયાને નુકસાન થયું હતું.

આ પણ વાંચોઃ ઈટાલીની આ રેસ્ટોરાં વેચે છે તળેલી હવા

બે વર્ષ લગાતાર કામ કર્યા પછી તેની આંખો ડ્રાય થવા લાગી, વારંવાર બળતરા થવા લાગી અને પાણી પડવા લાગ્યું. તેણે આઇ-ડ્રૉપ્સ નાખ્યાં, પણ એનાથી કોઈ ફાયદો ન થયો. આંખમાં પીડા અને અચાનક જ આંખમાં લોહીની નળીઓ ઊપસી આવવાની સમસ્યા થવા લાગતાં તે ડૉક્ટરને બતાવવા ગઈ અને ખબર પડી કે કૉર્નિયા ચાળણી જેવો થઈ ગયો છે.

offbeat news hatke news