આ ટેબલમાં એવું શું છે કે એલન મસ્કને પણ ખૂબ ગમ્યું?

15 October, 2020 07:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ટેબલમાં એવું શું છે કે એલન મસ્કને પણ ખૂબ ગમ્યું?

તસવીર સૌજન્યઃ ટ્વીટર

સોશ્યલ મીડિયામાં એક ટેબલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જે આમ તો સામાન્ય દેખાય છે પરંતુ આજુબાજુ સાંકળો છે અને યુઝર્સના મતે વિજ્ઞાન અને ફિઝિક્સનો આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

યુનિવર્સ ક્યુરિયસ નામના પેજએ ટ્વીટરમાં આ ફોટો શૅર કર્યો હતો. આ ફોટોને એક લાખ 37 હજારથી વધુ લાઈક્સ અને 15 હજારથી વધુ રિટ્વીટ થયા છે. સેંકડો લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આ સેંકડો લોકોમાં વિશ્વના પ્રચલિત બિઝનેસમેન અને એન્જિનિયર એલન મસ્ક (Elon Musk)નો પણ સમાવેશ છે.

14 ઑક્ટોબરે શૅર કરેલા આ ફોટોમાં કૅપ્શન આપવામાં આવી કે ભૌતિક અને વિજ્ઞાન શ્રેષ્ઠ છે. ફોટાને ધ્યાનથી જોશો તો સમજાશે કે ટેબલના ચાર પાયા નથી, પણ સાંકળથી ડિઝાઈન કરીને તેને સ્ટેબલ કરવામાં આવ્યો છે.

એલન મસ્કે આ ફોટોમાં કમેન્ટ આપી- ટેબલ ઈન ટેન્શન. તેમની આ કમેન્ટમાં ઘણી લાઈક્સ મળી હતી અને રિટ્વીટ પણ થયા હતા.

ઘણા યુઝર્સે આવા પ્રકારના ટેબલ શૅર કર્યા હતા.

એક યુઝર્સે વીડિયો પણ અપલોડ કર્યો હતો.

offbeat news international news