આ ફ્લાવરનો બુકે નહીં, કપકેકનો બુકે છે

22 June, 2025 12:46 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

એમાં કપકેકના બેઝ પર જ બધી કારીગરી કરવામાં આવે છે. એ કપકેકને એક દાંડી પર સ્થિર કરીને એનો ગુલદસ્તો બનાવવામાં આવે છે. 

કપકેકનો બુકે

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં મેસી નેમર નામની બેકરની ક્રીએટિવિટી એટલી સુંદર છે કે તેણે બનાવેલા બુકે એકદમ અસલી જેવા જ લાગે છે. જોકે એ અસલી હોવા ઉપરાંત ખાઈ શકાય એવા પણ છે. કપકેકની ઉપરનું ડેકોરેશન અદ્દલ અસલી ફૂલો જેવું કરવાની મેસીની કળા કાબિલેદાદ છે. એમાં કપકેકના બેઝ પર જ બધી કારીગરી કરવામાં આવે છે. એ કપકેકને એક દાંડી પર સ્થિર કરીને એનો ગુલદસ્તો બનાવવામાં આવે છે.

australia sydney food news international news news world news offbeat news social media