રાસબેરી ફ્લેવરવાળી વૅક્સિન? સ્વિસ બેકરીની અનોખી પેસ્ટ્રી

09 February, 2021 09:40 AM IST  |  Switzerland | Gujarati Mid-day Correspondent

રાસબેરી ફ્લેવરવાળી વૅક્સિન? સ્વિસ બેકરીની અનોખી પેસ્ટ્રી

બર્લિનર

કોરોનાકાળમાં પોતાનું વેચાણ વધારવા લોકો અવનવાં ગતકડાં કરતા હોય છે. કોરોનાથી બચવા માટે સિરિન્જનું ઘણું મહત્ત્વ છે. એનો લાભ ઉઠાવતાં સ્વિટ્ઝરલૅન્ડના મુરીમાં આવેલી એક બેકરીએ બર્લિનર એટલે કે એક પ્રકારની પેસ્ટ્રીમાં લોકો જાતે જ જોઈએ એટલી રાસબેરી ભરી શકે એ માટે સિરિન્જ મૂકી છે. બર્લિનર દેખાવમાં ડોનટ જેવું જ છે, પરંતુ એ ડોનટ નથી. એક પ્રકારની પેસ્ટ્રી છે. વળી જો કોઈને રાસબેરીનો સ્વાદ ન ભાવતો હોય તો અન્ય વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. રાસબેરી જેલી પણ આ બેકરીએ જ બનાવી છે.

offbeat news international news switzerland